લાંબા સમય પછી નજર આવી સચિન ની દીકરી સારા તેંદુલકર, આવી રીતે સાદગી ભરેલ જિંદગી જીવે છે સારા

સચિન તેંદુલકરને ક્રિકેટ ની દુનિયા ના ભગવાન માનવામાં આવે છે. તેમને ક્રિકેટમાં એક અલગ ઓળખ બનાવી છે જેને લોકો ક્યારેય ભૂલી નહીં શકે. સચિન તેંદુલકરની એક પુત્રી પણ છે જેનું નામ સારા તેંદુલકર છે. સારા તેંદુલકરને લાઈમ લાઈટમાં રહેવું પસંદ નથી, તેથી તે લાઈમ લાઈટથી દૂર જ રહે છે. ક્રિકેટના ભગવાન તરીકે ગણાતા સચિન તેંદુલકરની પુત્રી સારા તેંદુલકર સોશિયલ મીડિયા અને ગ્લેમરની દુનિયાથી ખૂબ દૂર રહીને એક સાધારણ જીવન જીવે છે.

જોકે સારા તેંદુલકર સોશિયલ મીડિયા પર બિલકુલ એક્ટિવ નથી, પરંતુ તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ તહલકો મચાવી દે છે. થોડાક દિવસ પહેલા સારા તેંદુલકરની કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર જલ્દીથી વાયરલ થઈ રહ્યા છે. સારા તેંદુલકર ના ફોટા ઘણી ચર્ચા મેળવી રહ્યા છે. આ ફોટામાં સારા તેંદુલકર બ્લેક કલરનો આઉટફિટ પહેરેલી જોવા મળી રહી છે.

સારા તેંડુલકરે આ ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યા છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના ફોટા શેયર કરતાં તેમને કેપ્શનમાં લખ્યું – “સામાજિક અંતર મને 2019 ની સ્ક્રોલિંગ તરફ પહોંચાડી દીધી” ચાલો અમે તમને જણાવી દઇએ કે સારા તેંદુલકર આજકાલ ન્યૂયોર્કમાં સેલ્ફ આઈસોલેશન માં રહી રહી છે. આ સ્થિતિમાં સારા સોશિયલ મીડિયા દ્વારા પોતાના પ્રશંસકો સાથે જોડાયેલી છે. આ ફોટા જોતાં સ્પષ્ટ થાય છે કે સારા ગ્લેમરસ દુનિયાથી ઘણી દૂર છે.

સારા તેંદુલકર સચિન તેંદુલકર અને અંજલિ તેંદુલકરની પુત્રી છે. સારા તેંદુલકરનો જન્મ 1997 માં થયો હતો. સારાએ ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પ્રારંભિક અભ્યાસ કર્યો હતો. આજે સારા લંડનમાં રહીને અભ્યાસ પૂરો કરી રહી છે. સચિન તેંદુલકર અને અંજલિ તેંદુલકરને અર્જુન તેંદુલકર નામનો એક પુત્ર પણ છે. સારાએ ભલે ફિલ્મી દુનિયા ની લાઈમ લાઈટ થી દૂર રહીને સાદગી ભરેલ જીંદગી જીવતી હોય, પરંતુ તે દેખાવ માં ખૂબ જ સુંદર અને એકદમ સ્ટાઇલિશ છે.

સારા તેંદુલકર તેના પરિધાન ના સ્ટીક પસંદગી માટે ઓળખાય છે. એક સમાચાર મુજબ, એક વખત સારા તેંદુલકર વિશે અફવા ફેલાઈ હતી કે તે શાહિદ કપૂર સાથેની એક ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે, આ સમાચાર પછી સારાના પિતા સચિન તેંડુલકરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વીટ દ્વારા સંપૂર્ણ રીતે ખારીજ દીધું હતું, સચિન તેંડુલકરે તેના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કર્યું હતું કે “મારી પુત્રી સારા અત્યારે પોતાના અકાદમીક પ્રવૃત્તિઓ પર પોતાનું સંપૂર્ણ ધ્યાન આપી રહી છે.”

તેના ફિલ્મોમાં સામેલ થવાની બધી વાતો પાયાવિહોણી છે. સારા તેંદુલકરને ભલે જ લાઈમ લાઈટમાં રહેવાનું પસંદ ના હોય, પરંતુ તે ઘણી વખત ફિલ્મો ની સ્ક્રીનિંગમાં દેખવા મળી છે. જે સ્પષ્ટ બતાવે છે કે સારાને ફિલ્મોનો ખૂબ શોખ છે. આ સિવાય સારા પોતાની માતા અંજલિ તેંદુલકર સાથે અનેક ઇવેન્ટ્સ પર પણ નજર આવતી રહે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *