1 એપ્રિલ થી લાગુ થઇ ગયા છે આ નવા નિયમ, જાણી લો નહિ તો તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

1 એપ્રિલ એટલે નવું વિત્તીય વર્ષ ચાલુ થયું. 1 એપ્રિલ થી તમારા જીવન માં ઘણા મોટા બદલાવ આવવાના છે. પાછળ ના ઘણા મહિનાઓ થી તમે સાંભળી રહ્યા હશો કે ટેક્સ થી લઈને બેન્કિંગ સુધી માં મોટા બદલવા થવા જઈ રહ્યા છે. તો આ મોટા બદલાવ 1 એપ્રિલ થી શરુ થઇ જશે. તો આવો જાણીએ આ શું મોટા બદલાવ છે, જે તમારા જીવન માં થવા જઈ રહ્યા છે.

વૈકલ્પિક ટેક્સ ના નવા દરો

વર્ષ 2020-21 માટે નાણાં મંત્રી નિર્મલા સિતારમણ નવા વૈકલ્પિક ટેક્સ દરની જાહેરાત કરી છે. તેનો અર્થ એ છે કે નવી કર વ્યવસ્થા માં તમને કોઈ છૂટ અથવા લાભ મળશે નહીં. જો કે, આ વાત પણ સાચી છે કે આ નવી ટેક્સ સિસ્ટમ વૈકલ્પિક છે. જો તમે ઇચ્છો, તો તમે જૂના ટેક્સ સ્લેબ પર પણ ટેક્સ ભરી શકો છો.

ત્યાં નવા ટેક્સ સ્લેબ હેઠળ, વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. 5 લાખથી સાડા 5 લાખ સુધીની વાર્ષિક આવક માટે ટેક્સનો દર 10% રાખવામાં આવ્યો છે. 7.5 લાખથી 10 લાખની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે ટેક્સનો દર 15% રાખવામાં આવ્યો છે. 10 લાખથી લઈને 12.5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે ટેક્સનો દર 20% છે, જ્યારે 12.5 લાખથી લઈને 15 લાખ સુધીના લોકો માટે 25% અને 15 લાખથી વધુની આવક ધરાવતા લોકો માટે 30% ટેક્સ લાગશે.

મોબાઈલ ફોન થશે મોંઘા

પાછળ ના જ મહિને જીએસટી કાઉન્સિલ ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મોબાઇલ ફોનમાં જીએસટી દર વધશે. જણાવી દઈએ કે આ વધેલા દર આજથી અમલમાં આવી ગયા છે. એટલે કે આજે 1 એપ્રિલથી મોબાઈલ ફોન ખરીદવાનું મોંઘુ થશે. જીએસટી દરો વિશે વાત કરીએ તો પહેલા મોબાઇલ ફોન્સ 12% જીએસટી લેતા હતા, તે હવે વધારીને 18% કરી દેવામાં આવી છે. જીએસટીમાં થયેલા વધારાથી સ્પષ્ટ થાય છે કે મોબાઇલ ફોન્સના કિંમતો માં પણ મોટો ઉછાળો આવશે.

સરકારી બેંકો નું વિલય, બેંક ખાતા સંખ્યા માં થશે બદલાવ

કેન્દ્ર સરકારે તે બેંકોનું વિલીનીકરણ કરી દીધું છે જે ખોટ માં ચાલી રહી હતી. આ તમામ બેંકોની મર્જર પ્રક્રિયા 1 એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે અને આજથી જ આ તમામ બેંકો નવી સિસ્ટમ અંતર્ગત કામ શરૂ કરશે. નવી સિસ્ટમ થી ઘણી વસ્તુઓમાં ફેરફાર થશે. ગ્રાહકોના એકાઉન્ટ નંબરથી લઈને બીજી અન્ય બેંકિંગ સિસ્ટમમાં ફેરફાર થશે. મર્જર હેઠળ, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (ઓબીસી), યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા (યુબીઆઈ) ને પંજાબ નેશનલ બેંક (પીએનબી) માં મર્જ કરવામાં આવી છે. સિન્ડિકેટ બેંકને કેનરા બેંકમાં મર્જ કરવામાં આવી છે. તે જ સમયે, આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું વિલય યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં કરવામાં આવ્યું છે. આ સિવાય અલ્હાબાદ બેંક ઈન્ડિયન બેંકમાં મર્જ થઇ ગઈ છે.

શેયર ના લાભ પર નહિ લાગે ટેક્સ

શેયર પર મળવા વાળા નફા પર ટેક્સ ભરવો પડતો હતો. પરંતુ નવા નાણાકીય વર્ષમાં સ્ટોક પર મળવા વાળા ફાયદા પર કોઈ ટેક્સ ચૂકવવામાં આવશે નહીં. 1 એપ્રિલથી ભારતીય કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવતા ડિવિડન્ડ પર DDT નહીં લાગે.

નેચરલ ગેસ ની કિંમત માં ગિરાવટ

જો તમારા ઘરમાં કુદરતી ગેસ નું કનેક્શન છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. કુદરતી ગેસના ભાવમાં 30 ટકાનો ઘટાડો થઈ શકે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *