કપિલ શર્મા શો ની શુટિંગ રોકાઈ જવાથી ખરાબ થઇ સુમોના ચક્રવર્તી ની હાલત, વહેંચતી દેખાઈ આ સામાન

સુમોના ચક્રવર્તી એક પ્રખ્યાત હાસ્ય કલાકાર છે જે કપિલ શર્મા શોમાં નજર આવે છે. તેમની તરફ થી તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેયર કરવામાં આવ્યો છે. આ તે સમય નો ફોટો છે જ્યારે દેશ લોકડાઉન લાગેલ છે. જોકે સુમોના ચક્રવર્તી ભાગ્યે જ દ કપિલ શર્મા શોમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં, તે કહેવું ખોટું નહીં થાય કે તેનું મહત્વ પહેલા થી શોમાં ઓછું તો થઈ જ ગયું છે. હાલમાં, 21 દિવસના લોકડાઉનને કારણે દ કપિલ શર્મા શો નું શૂટિંગ પણ બંધ કરાયું છે. સુમોના ચક્રવર્તી પહેલા આ શોમાં કપિલ શર્મા ની પત્ની ના કિરદાર માં નજર આવતી હતી, પરંતુ હવે તે વધારે કરીને આ શો માં ઘર ના નોકર નો કિરદાર નિભાવવા વાળા મુકેશ સાથે જ જોવા મળે છે.

તેમને મળવા લાગ્યું વધારે મહત્વ

કપિલ શર્મા શોમાં હવે કૃષ્ણા અભિષેક, ભારતી અને કિકુ શારદા જેવા હાસ્ય કલાકારો વધારે મહત્વ મેળવતા જોવા મળે છે. સુમોના ચક્રવર્તી થોડાક દિવસો પહેલા કંઈક અલગ કામ ના વિશે વાત કરતી દેખવામાં આવી હતી. હવે જયારે લોકડાઉન લાગેલ છે ત્યારે તેમને સોશિયલ મીડિયા પર ગોલગપ્પા ખવડાવતા પોતાનો એક ફોટો શેયર કર્યો છે, જેના આધારે પ્રકાર-પ્રકાર ની વસ્તુઓ બનાવવાનું શરૂ થયું છે. આ ફોટોનું કેપ્શન આપતી વખતે સુમોનાએ લખ્યું છે કે કોઈ ગોલગપ્પાને ખવડાવી દો. સુમોના ના આ ફોટો પોસ્ટ કર્યા પછી, લોકો સમજી ગયા છે કે તેઓને ગોલગપ્પા ખાવાનું પસંદ છે. હવે જયારે લોકડાઉન હોવાને કારણે ગોલગપ્પા ખાવા મળતા નથી, તો તેમને જાણી જોઇને આ ફોટા ને અહીં શેયર કર્યો છે.

View this post on Instagram

Koi Golgappe khila do… 😋😋😋

A post shared by Sumona Chakravarti (@sumonachakravarti) on

પહેલા પોસ્ટ કર્યો હતો આ ફોટો

સુમોના ચક્રવર્તી એ તેનાથી પહેલા મહિલા દિવસ એટલે કે વુમન્સ ડે ના અવસર પર પણ પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટોમાં તે સ્વિમ સ્યુટ પહેરીને સ્વીમીંગ પૂલમાં પ્રવેશ કરતી જોવા મળી હતી. તેમને રેડ સ્વિમ સૂટ પહેર્યો હતો. પોતાનો આ ફોટો પોસ્ટ કરવા સાથે તેમને કેપ્શન માં તે લોકો ને કરારા જવાબ પણ આપ્યો હતો, જે લોકો મહિલાઓની જીવનશૈલી ના વિશે પ્રકાર-પ્રકારની કોમેન્ટ કરે છે.

શું લખ્યું હતું કેપ્શન માં?

સુમોના ચક્રવર્તીએ કેપ્શનમાં લખ્યું હતું કે મારો આ ફોટો દેખીને તમે આ કહેશો કે હું સ્વીમ સ્યુટ કેમ પહેરું છું? શા માટે મેં પોતાના શરીરને ઢાંક્યું નથી? તો તમે લોકો સાંભળો કે અમે શું કરીએ છીએ અને શું નથી કરતા, શું અમે પહેરીએ છીએ અને શું નથી પહેરતા, અમે ભલે ડ્રીંક કરીએ કે પછી સ્મોકિંગ કરીએ, પછી ભલે અમે પેન્ટ પહેરીએ કે બિકિની પહેરીએ કે સાડી પહેરીએ, કામ શું અમે કરીએ કે પછી ના કરીએ, બાળકો અમે ઈચ્છીએ છીએ કે પછી નથી ઇચ્છતા, લગ્ન અમે કરવા ઇચ્છીએ છીએ કે નહીં, આ બધી બાબતોથી તમારે કંઈ લેવાદેવા નથી. આ અમારું જીવન છે. તમે પોતાની જિંદગી અને આસપાસના લોકો ની જિંદગી ને સમૃદ્ધ બનાવવાનું કામ કરો. તમારી રૂઢીવાદી વિચારસરણીથી તમે અમને જજ કરવાનું બંધ કરી દો. અમે પોતાની જિંદગી જેવી જીવવા માંગીએ છીએ તે રીતે અમે જીવીશું.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *