અલગ અંદાજ માં ઉર્વશી એ આપી ફેંસ ને કોરોના થી બચવાની સલાહ, બીકીની ફોટો શેર કરીને કહી આ વાત

કોરોના વાયરસ ના વધતા સંક્રમણ ના ચાલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ભારત માં 21 દિવસો નું લોકડાઉન કરી દીધું છે. 14 એપ્રિલ સુધી કોઈ ને પણ ઘર થી બહાર જવાની અનુમતી નથી અને આ દરમિયાન જે વ્યક્તિ બહાર દેખાઈ રહ્યા છે, તેના પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 1200 ને વટાવી ગઈ છે, જેમાંથી 46 લોકોએ પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. આ લોકડાઉન વચ્ચે બોલીવુડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ આવ્યા દિવસે તેમના ફોટા અથવા વીડિયો શેયર કરી રહ્યાં છે. આ દરમિયાન ઉર્વશી રૌતેલાની એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.

સોમવારે ઉર્વશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેયર કરી છે, જેમાં તે બ્લુ બિકીનીમાં દેખવા મળી રહી છે. આ ફોટો શેયર કરતી વખતે અભિનેત્રીએ કોરોના વાયરસના ચેપથી બચવા માટે ફેંસને સંદેશ પણ આપ્યો છે. હા, ઉર્વશીએ ફેંસને કોરોનાથી બચવા માટે અલગ રીતે સંદેશ આપ્યો છે. ફોટો શેયર કરતા ઉર્વશીએ કેપ્શન આપ્યું હતું કે, “સ્મિત ફેલાવો, રોગાણું નહીં.”

ઉર્વશીના આ ફોટો પર ફેંસ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમને ઉર્વશીની આ સ્ટાઇલ ખૂબ પસંદ આવી રહી છે. ફક્ત થોડાક કલાકો પહેલાં જ શેયર કરેલી આ પોસ્ટને 12 લાખથી વધુ લોકોએ પસંદ કરી છે. આ સાથે ફેંસ પણ આ પોસ્ટ પર સારા-સારા કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. જો કોઈએ ઉર્વશીના ફોટા પર ‘સુંદર’ કોમેન્ટ કરી છે, તો કોઈએ લખ્યું ‘વાહ શું સ્માઇલ છે’.

ભલે જ ઉર્વશી ફિલ્મોમાં વધારે એક્ટીવ ના હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને આવ્યા દિવસે પોતાના ગ્લેમરસ ફોટા અને વીડિયો શેયર કરતી રહે છે. તે ઘણી વખત ફોટા અને વીડિયો શેયર કરીને ચર્ચા માં આવી જાય છે. તાજેતરમાં જ ઉર્વશી ના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થ્યા હતા, જેમાં તે ફિલ્મ ભુલ ભુલૈયાની ‘મંજુલીકા’ ના ગેટ-અપમાં દેખાઈ રહી હતી.

આ ફોટો દેખ્યા પછી ફેંસ એ અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું હતું કે કદાચ તે ફિલ્મની રિમેકમાં જોવા મળી શકે છે અને તેમાં તેમને મંજુલિકાની ભૂમિકા મળી છે. જો કે અભિનેત્રીએ આ સમાચાર અંગે અત્યાર સુધી કોઈ ખુલાસો કર્યો નથી. તમને જણાવી દઈએ કે, કાર્તિક આર્યન ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ માં નજર આવવાના છે.

ઉર્વશી રૌતેલાએ ફિલ્મ ‘સિંહ સાહબ ધ ગ્રેટ’ થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. અત્યાર સુધી તે બોલીવુડની કેટલીક ગણતરી ની ફિલ્મોમાં જોવા મળી છે. 2015 ની મિસ યુનિવર્સ સ્પર્ધામાં ઉર્વશીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. માત્ર 25 વર્ષની ઉંમરે ઉર્વશીએ ખૂબ નામ કમાઈ લીધું છે. બોલીવુડની એક્ટ્રેસમાં ઉર્વશીનું નામ પણ સામેલ છે જે દેખાવમાં ખૂબ જ સુંદર છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે કોમેડી ફિલ્મ પાગલપંતીમાં નજર આવી હતી.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલતા.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *