કરીના ના સામે મલાઈકા અરોડા એ જણાવ્યો પોતાના દિલ નો હાલ, બોલી- ‘અરબાઝ સાથે સંબંધ તૂટવાથી થયું આવું’

જો આપણે બોલીવુડ સેલિબ્રિટીમાં સૌથી ફીટ લોકોની વાત કરવામાં આવે તો કદાચ મલાઈકા અરોડાનું નામ ટોપ પર લેવામાં આવશે. બી-ટાઉનની ફીટ અને બેસ્ટ કલાકારો માંથી એક મલાઇકા અરોડા હંમેશાં તેમના પારિવારિક વિવાદ માટે ચર્ચામાં રહે છે. મલાઇકા અરોડાએ 2017 માં પતિ અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા હતા. પરંતુ ત્યાર પછી થી બોલીવુડના બંને સ્ટાર્સે હંમેશાં તેમના છૂટાછેડા વિશે બોલવાનું ટાળ્યું છે. પરંતુ હવે મલાઈકાએ તેમના છૂટાછેડા વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તો આવો જાણીએ મલાઈકા એ અરબાઝ થી છૂટાછેડા ના વિષય પર શું કહ્યું છે.

મલાઇકા એ તાજેતરમાં જ તેમની મિત્ર કરીના કપૂરના રેડિયો શોમાં પહોંચી હતી. જ્યાં તેમને કરીના સાથે ખુલીને વાત કરી હતી. મલાઇકાએ તેમના છૂટાછેડા વિશે પણ વાત કરી હતી અને છૂટાછેડાની આગલી રાત્રે જે બન્યું હતું તેના વિશે પણ જણાવ્યું હતું. મલાઇકાએ ખુલાસો કર્યો કે તેનો પરિવાર છૂટાછેડા અંગે ફરીથી વિચાર કરવાની વિનંતી કરી રહ્યો હતો.

મલાઇકાએ કરીનાના રેડિયો શોમાં કહ્યું, “છૂટાછેડા વિશે દરેકનો સમાન અભિપ્રાય છે, કે ના કરવા.” કોઈ તમને આ કહેશે નહીં કે હા હા પ્લીઝ જાઓ કરો. પહેલી વસ્તુ આ હતી કે પ્લીઝ તમે વિચારી સમજીને નિર્ણય લો. બધાની આ સલાહ હતી કે છૂટાછેડા ન લો.” મલાઈકા કહે છે કે ‘કોઈ આ નહીં કહે કે હા કૃપા કરીને આગળ વધો અને આ નિર્ણય લો. તેથી મેં આ નિર્ણય વિચારી સમજીને લીધો. ‘

મલાઇકા અરોડાએ વધુમાં કહ્યું – ‘છૂટાછેડા લેવાથી એક રાત પહેલા હું પોતાના પરિવાર સાથે બેસી હતી. અને તેઓએ મારાથી ફરીથી પૂછ્યું કે તમે પોતાના નિર્ણય ના વિશે 100 ટકા સ્યોર છો.” તે આગળ કહે છે- “આ તે લોકો છે, જે મારી પરવાહ કરે છે. ખ્યાલ રાખે છે. તેથી તેઓ આ ક્યારેય પણ છૂટાછેડા વિષે નહીં કહે.

મલાઈકાએ કરીનાને કહ્યું કે જ્યારે તે સમજી ગઈ હતી કે તે અરબાઝ સાથેના લગ્ન પુરા કરવાના તેમના નિર્ણય પર અડગ છે, ત્યારે તેમને તેમના મિત્રો અને પરિવારના અન્ય મિત્રો પાસેથી વધારે તાકાત મળી. તે બધા લોકોએ જે મારા સાથે હતા, તેમને મારા નિર્ણય નું સમર્થન કર્યું. મલાઇકા કહે છે કે જીવનમાં છૂટાછેડા લેવાનો નિર્ણય ક્યારેય સરળ નથી હોતો. તમારા જીવનમાં તેનાથી કોઈ મોટો નિર્ણય નથી હોઈ શકતો. મલાઇકાએ કહ્યું, “મને લાગે છે કે, અંતે કોઈને દોષી ઠરાવવું, અને કોઈની ઉપર આંગળી ઉઠાવવી, કોઈ પણ માણસ ની આ સામાન્ય પ્રવૃત્તિ છે.”

મલાઇકા અરોડા તેમના છૂટાછેડા ના મામલા માં હંમેશા સોશિયલ મીડિયા ની હેડલાઇન્સમાં બની રહે છે. આ સિવાય અભિનેત્રી તેમના બોયફ્રેન્ડ અર્જુન કપૂર માટે પણ ચર્ચા માં બની રહે છે. તે બંને હંમેશા રજાઓ મનાવવા બહાર ફરવા જતાં હોય છે, જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે.

વર્ક ફ્રન્ટ ના વિશે વાત કરવામાં આવે તો મલાઇકા હાલમાં ઇન્ડિયાજ બેસ્ટ ડાન્સર ની જજ છે. આ શો સોની ટીવી પર પ્રસારિત થાય છે. આ શોમાં મલાઇકા ઉપરાંત કોરિયોગ્રાફર ગીતા કપૂર અને ટેરેન્સ લુઇસ પણ આ શો ને જજ કરી રહ્યા છે. થોડાક સમય પહેલા મલાઇકા એમ ટીવી પર પ્રસારિત થયેલા શો ઇન્ડિયાજ બેસ્ટ સુપરમોડેલ ની જજ પણ હતી.

પોતાના કામ ના સિવાય મલાઇકા અરોડા પોતાના અલગ અલગ ફોટા અને વીડિયો માટે પણ હંમેશા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરતી રહે છે. ચર્ચામાં બની રહે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *