કેવિન અને કોહલી કરી રહ્યા હતા Live Chat ત્યારે અનુષ્કા નો આવ્યો બુલાવો, પીટરસન એ આપ્યો મજેદાર જવાબ

જયારે રમત અને બોલીવુડ ના ચર્ચિત કપલ્સની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી-અનુષ્કા શર્માનું નામ પહેલા આવે છે. અનુષ્કા અને વિરાટે 11 ડિસેમ્બર 2017 ના રોજ લગ્ન કર્યાં હતાં. બંનેએ ઇટાલીના ટસ્કની માં સ્થિત લક્ઝુરિયસ હોટેલ બોર્ગો ફિનોશીએટો માં ગણતરી ના કેટલાક લોકો વચ્ચે લગ્ન કર્યા હતા. લાંબા સમય ના અફેયર પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ટૂંક સમયમાં જ બંનેના લગ્ન ના ત્રણ વર્ષ પૂરા થશે. વિરાટ-અનુષ્કાએ આજના યુવાનો માટે પરફેક્ટ કપલ ગોલ સેટ કરે છે.

તાજેતરમાં જ અનુષ્કાનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો, જેમાં તે પતિ વિરાટ કોહલીના વાળ કાપી રહી હતી. દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન ચાલી રહ્યું છે, જેના કારણે કોઈને પણ ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં અનુષ્કાએ ખુદ વિરાટના વધેલ વાળ કાપવાનો નિર્ણય કર્યો. અનુષ્કાએ આ વીડિયોને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો હતો.

વીડિયોમાં કોહલી કહે છે, ” ક્વારંટાઇન ટાઇમમાં એવું થાય છે જ્યારે તમે રસોડા ની કાતરથી પોતાના વાળ કપાવો છો”. ફેંસને બંનેનો આ વીડિયો ખુબ પસંદ આવ્યો હતો અને લોકોએ તેમને ખૂબ લાઈક અને શેયર કર્યો. આવી સ્થિતિમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરી એક વખત ચર્ચા માં આવી ગયા છીએ. આ વખતે જે ઘટના બની છે, તેને સાંભળીને ચોક્કસ તમારા ચહેરા પર સ્મિત આવી જશે.

વિરાટ ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેપીન પીટરસન સાથે લાઇવ વીડિયો કોલ કરી રહ્યા હતા. ત્યારે જ, અનુષ્કાએ તે બન્ને ના વચ્ચે એક કોમેન્ટ કરી, જેને પીટરસન એ જવાબ ખૂબ રમૂજી રીતે આપ્યો. ગઈકાલે સાત વાગ્યે વિરાટ અને પીટરસન લાઈવ ચેટ કરી રહ્યા હતા. તે પછી જ અનુષ્કાએ તેમના વચ્ચે કોમેન્ટ કરી કે ‘ચાલો ચાલો, હવે ડીનર નો સમય થઇ ગયો છે’. અનુષ્કાની આ કોમેન્ટનો સ્ક્રીનશોટ પીટરસન એલઇ લીધો અને એક શાનદાર કેપ્શન સાથે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યો.

અનુષ્કાની આ કોમેન્ટનો જવાબ આપતા પીટરસને લખ્યું, “જ્યારે બોસે કહી દીધું છે કે સમય પૂરો થયો છે, તો સમય પુરો થયો છે”. પીટરસને પોતાની પોસ્ટમાં વિરાટ અને અનુષ્કાને પણ ટેગ કર્યા. વિરાટને પણ કેવીન પીટરસનની આ પોસ્ટ લાઈક કરી. આ સ્ક્રીનશોટ ને શેયર કરતી વખતે, કેવિને લખ્યું કે મને આશા છે કે તમે પણ તેને એન્જોય કરશો. તમને જણાવી દઈએ કે, પીટરસન અને કોહલી એક બીજાના ઘણા સારા મિત્રો છે અને બંને આવ્યા દીવસે આ પ્રકારની મસ્તી કરતા રહે છે.

જણાવી દઈએ કે, આજકાલ કેવીન પીટરસન હિન્દીમાં મેસેજ કરીને ખુબ ચર્ચા મેળવી રહ્યા છે. આ દિવસોમાં, કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં કહેર વરસાવી છે. આવી સ્થિતિમાં પીટરસને હિન્દીમાં કોરોના વિશે પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરતા સંદેશ લખ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. પીટરસને પણ કોરોના વાયરસ અંગે ચીન સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો પણ તેમના સંદેશ સાથે સહમત થતા નજર આવ્યા હતા.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *