સરકાર એ કરી તૈયારીઓ, 15 એપ્રિલ થી આ ખાસ શરતો પર ખુલશે લોકડાઉન

કોરોના વાયરસના જોખમ ને દેખતા અને તેને રોકવા માટે, કેન્દ્ર સરકારે દેશભરમાં 21 દિવસના લોકડાઉનને લાગુ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ લોકડાઉન 14 એપ્રિલના રોજ પૂર્ણ થવાનું છે અને 15 એપ્રિલથી લોકડાઉન ખુલી જશે. જણાવી દઈએ કે આ માટે સરકારે કેટલીક મહત્વપૂર્ણ તૈયારીઓ અત્યાર થી જ શરૂ કરી દીધી છે.

જાણકારી માટે જણાવી દઈએ કે આ લોકડાઉન સંપૂર્ણપણે નહિ ખુલે, પરંતુ તેના વિશે કેટલાક પ્રતિબંધો હશે, જેના વિશે તમારે જાણવાની જરૂરત છે. તો ચાલો તમને જણાવીએ કે તે નિયંત્રણો શું છે.

સ્કુલ કોલેજ બંધ રહેશે, ફસાયેલ લોકો ની થશે મદદ

મળતી જાણકારી મુજબ 15 એપ્રિલથી શાળાઓ અને કોલેજો બંધ રહેશે. પરંતુ ટેકનીકલ અને વ્યવસાયિક કોલેજો ખોલવાની તૈયારી ચાલી રહી છે. જણાવી દઈએ કે એવા ઘણા લોકો છે જે લોકડાઉનને કારણે ઘણી જગ્યાએ ફસાયા છે, લોકડાઉન સમાપ્ત થયા પછી તેમની મદદ કરવામાં આવશે.

બજાર ખુલી શકે છે, મોલના ખુલવાના ચાન્સ ઓછા

બજારો અને મંડીઓ ને ખોલવામાં આવશે. પરંતુ મોલ્સ અને મલ્ટીપ્લેક્સ બંધ જ રાખવાની યોજના છે. સરકારનો ભાર એ છે કે 15 પછી ક્યાંય પણ કોઈ પણ રીતે ભીડ નથી થવા દેવાની.

લોકડાઉન ખુલવા પર પણ સોશિયલ ડીસ્ટેંસિંગ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જો 15 એપ્રિલથી લોકડાઉન ખુલે તો પણ લોકોએ સોશિયલ ડીસ્ટેંસિંગ ને ફોલો કરવું પડશે. પરિસ્થિતિને કાબૂમાં લાવવાના પ્રયાસો કરવામાં આવશે. જેઓ ફસાયેલા છે તેઓને પહેલા બહાર કાઢવામાં આવશે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, દરેક જરૂરિયાતમંદને સમયસર ખોરાક પહોંચાડવા સ્વયંસેવી સંસ્થાઓ ની પણ મદદ લો.

એક હજાર કરોડ નું કોરોના કેયર ફંડ થશે તૈયાર

તે જ સમયે, સરકાર આ રોગચાળા માટે 1000 કરોડનું કોરોના કેયર ફંડ બનાવશે. જેનો ઉપયોગ તપાસમાં વધારો કરવામાં આવશે. તેમજ, વેન્ટિલેટર, માસ્ક, સેનિટાઇઝર, પીપીઇ વગેરે જેવા જરૂરી ઉપકરણોની વ્યવસ્થા કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ સ્વાસ્થ્ય સુવિધાઓ વધારો કરવાનો છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *