હનુમાન જયંતી પર આ ઉપાય થી મેળવી શકો છો બજરંગબલી ની કૃપા, દરેક મનોકામના થશે પૂરી

  • God

ભગવાન શ્રીરામજી ના સૌથી પરમ ભક્ત હનુમાનજી ની જન્મજયંતી 08 એપ્રિલ 2020 ના રોજ એટલે કે બુધવારે ઉજવવામાં આવી રહી છે, મહાબલી હનુમાનજીને સૌથી શક્તિશાળી દેવતા માનવામાં આવે છે, તેમની શક્તિઓથી દરેક લોકો સારી રીતે પરિચિત છે, તેમની સ્મરણ માત્ર થી જ મોટા થી મોટા સંકટ દૂર થઈ જાય છે અને કોઈ પણ પ્રકારની પ્રેત-બાધા પરેશાન નથી કરતી, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે સંકટ મોચન મહાબલી હનુમાનજી નો આશીર્વાદ તેમના પર બની રહે, જેના માટે પોતાની તરફથી દરેક શક્ય પ્રયાસ કરે છે જે હનુમાનજીને પ્રસન્ન કરવાનાં ઉપાય અપનાવે છે, એવું કહેવામાં આવે છે કે જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે મહાબલી હનુમાનજી ની જન્મ જયંતી દરેક વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથી એ મનાવવામાં આવે છે, જો તમારે ભગવાન હનુમાનજી ના આશીર્વાદ મેળવવા ઇચ્છતા હોય, તો તેના માટે કેટલાક ઉપાય કરી શકો છો.

મહાબલી હનુમાનજી એક એવા દેવતા છે જે કળિયુગમાં પણ તેમના ભક્તોની પુકાર સાંભળે છે, હિન્દુ ધર્મ અનુસાર, મહાબલી હનુમાનજીને રામજી ના ભક્ત માનવામાં આવે છે અને ભગવાન શિવજી ના અંશ અવતાર માનવામાં આવે છે, જે લોકો બ્રહ્મચારી છે તેમના માટે હનુમાન જયંતિ નું પર્વ બહુ મહત્વ રાખે છે, ભક્ત હનુમાનજીને ઘણાં નામ થી બોલાવે છે, ધાર્મિક ગ્રંથોમાં મહાબલી હનુમાનજીને વીરો ના વીર ઉપાધી આપવામાં આવી છે, હનુમાનજીએ પોતાના આરાધ્ય ભગવાન શ્રી રામજી અને સીતા માતા ની સેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે. આજે અમે તમને કયો ઉપાય કરીને તમે હનુમાનજીનો આશીર્વાદ મેળવી શકો છો તેના વિશે જાણકારી આપવાના છીએ, જો તમે આ સરળ ઉપાય કરો તો હનુમાનજી તમારાથી પ્રસન્ન થશે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.

હનુમાનજી ની કૃપા મેળવવા માટે કરો આ ઉપાય

જો તમે હનુમાનજીનો આશીર્વાદ મેળવવા માંગતા હોય, તો તેના માટે તમારે અત્યાર થી તૈયારી કરવી પડશે, હનુમાન જયંતિ પર હનુમાનજી ની વિશેષ કૃપા મેળવવામાં આવી શકે છે, તેના માટે, તમે 08 એપ્રિલ સુધી બ્રહ્મચર્ય નું પાલન કરો અને દરરોજ નિયમિત બ્રહ્મ મુહુર્ત માં ઉઠીને હનુમાનજીની મૂર્તિ અથવા ફોટા ના માથા પર ગાયના ઘીમાં મેળવેલ સિંદૂરનો તિલક લગાવો અને તે પછી તમારે 7 વખત હનુમાન ચાલીસાના પાઠ કરવા પડશે. તમે આ ઉપાય નિયમિતપણે કરો અને અંતિમ દિવસે એટલે કે હનુમાન જયંતિના દિવસે સુંદરકાંડનો પાઠ કર્યા પછી હનુમાનજીને બુંદીના લાડુ નો ભોગ લગાવો, જો તમે આ સરળ ઉપાય કરો છો તો તેનાથી હનુમાનજી તમારા થી પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામના ઉપરી કરશે, હનુમાનજી પોતાના ભક્તો ની સાચી ભક્તિ દેખે છે તેમને પ્રસન્ન કરવા માટે કોઈ પણ વિશેષ વસ્તુ ની જરૂરત નથી, તમે આ સાધારણ રીતે પણ હનુમાનજી ની કૃપા મેળવી શકો છો.

હનુમાન જન્મોત્સવનો દિવસ હનુમાનજીનો આશીર્વાદ મેળવવા માટેનો એક ખાસ દિવસ માનવામાં આવે છે, તેથી તમારે આ ઉપાય અપનાવવો જ જોઇએ, આ તમારા જીવન ના કષ્ટ દુર કરશે અને અને તેમની કૃપાથી તમારું જીવન ખુશહાલ બનશે, જીવનમાં જે પણ સમસ્યા ઉત્પન્ન થઇ રહી છે તેનું સમાધાન બજરંગબલી ચોક્કસપણે હલ કરશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *