ઉર્વશી રૌતેલા તેમની ફિલ્મ્સ કરતા વધારે સોશિયલ મીડિયા પોસ્ટ્સ માટે ચર્ચામાં રહે છે. તે હંમેશાં તેમની પોસ્ટને કારણે બિનઆયોજિત વિવાદોમાં રહે છે. તાજેતરમાં જ તે ફરી થી તેમની એક પોસ્ટને લઈને વિવાદમાં આવી છે. તેમને તાજેતરમાં એક પોસ્ટ મૂકી. જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. તાજેતરમાં એમેઝોન પ્લેટફોર્મ પર ઓસ્કાર વિજેતા, જબરદસ્ત ફિલ્મ પેરાસાઈટ રીલીઝ થઇ છે. આ ફિલ્મના કારણે ઉર્વશીને ટ્રોલ કરવામાં આવી રહી છે. ઉર્વશીએ આ ફિલ્મ નો એક રીવ્યુ ટ્વીટ કર્યો હતો. પરંતુ આ ટ્વિટ પછી અમેરિકાના એક લેખકે તેમના પર આ ટ્વીટ ચોરી કરવાનો આરોપ લગાવી દીધો. તેમના પછી ઉર્વશી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. અને સોશિયલ મીડિયા યુઝર્સ તેમને સતત ટ્રોલ કરતા નજર આવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલી વખત નથી જ્યારે ઉર્વશી રૌતેલા પર કોઈ ટ્વીટ ચોરીનો આરોપ લાગ્યો હોય. આ પહેલા પણ અનેક વખત તેમના પર આરોપ મુકવામાં આવ્યા છે. અને તે આવા વિવાદોમાં ફસાયેલી છે. વર્ષ 2018 ની શરૂઆતમાં, તેમને સુપરમોડેલ ગીગી હાદીદ દ્વારા ઇન્સ્ટા પોસ્ટની હુબહુ કોપી કરી લીધી હતી. તે સમયે પણ તે વિવાદો માં ઘેરાઈ ગઈ હતી. અને તેમને વધારે ટ્રોલ કરવામાં આવી હતી. તમને એ પણ જણાવી દઈએ કે ગીગીએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. આ ટ્વિટ સોશિયલ મીડિયાની નેગેટીવીટી ને લઈને હતી.
હમણાં માં પીએમ મોદી ની ટ્વીટ કરી કોપી પેસ્ટ
આ વર્ષનો જાન્યુઆરી ની વાત છે, જ્યારે ઉર્વશીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટ્વીટ કોપી-પેસ્ટ કરી હતી. જ્યારે શબાના આઝમી નું કાર એક્સીડેન્ટ થઇ ગયું હતું. તો તેમના સારા સ્વાસ્થ્ય માટે પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું. આ જ ટ્વિટ પછી થી ઉર્વશી રૌતેલા દ્વારા કોપી પેસ્ટ કરીને ટ્વીટ કરવામાં આવી. બંને ટ્વીટ્સ હુબહુ હતા. આ પછી ઉર્વશીને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી.
The news of @AzmiShabana Ji’s injury in an accident is distressing. I pray for her quick recovery.
— Narendra Modi (@narendramodi) January 18, 2020
The news of @AzmiShabana Ji’s injury in an accident is distressing. I pray for her quick recovery.
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) January 18, 2020
અત્યારે માલદીવ માં મનાવી રહી છે રજાઓ
ઉર્વશી રૌતેલા આ દિવસોમાં માલદિવ માં રજાઓ મનાવી રહી છે. જણાવી દઈએ કે ઉર્વશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. અને સતત પોતાની અપડેટ્સ નાંખતી રહે છે. તાજેતરમાં ઉર્વશીએ માલદીવની ઇન્સ્ટામાં પોતાના રજાના ફોટા શેયર કર્યા છે. આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તે બીચ પર પોઝ આપતી જોવા મળી રહી છે. આ ફોટામાં અભિનેત્રી બ્લુ બિકીનીમાં નજર આવી રહી છે. ઉર્વશીનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
તેમના ફેંસ આ ફોટાને લાઇક અને શેયર કરવાથી નથી થાકી રહ્યા. આ ફોટા પર તેમના પ્રશંસકોની અલગ અલગ રીએક્શન પણ આવી રહ્યા છે. અભિનેત્રી માલદીવમાં રજાઓનો ખૂબ આનંદ માણી રહી છે. તે માલદીવમાં સ્કુબા ડ્રાઈવિંગ કરતા પણ નજર આવી. અભિનેત્રીનો આ ફોટો સોશિયલ મીડિયા પર પણ ખુબ ધૂમ મચાવી રહ્યો છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમનું એક ગીત ‘એક ડાયમંડ દા હાર લેદે યાર’ તાજેતરમાં રિલીઝ થયું છે. આ ગીત સોશિયલ મીડિયા પર હિટ થતું દેખાઈ રહ્યું છે. તેને યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પહેલા ઉર્વશી પાગલપંતી ફિલ્મમાં નજર આવી હતી. જેમાં તેમને પુલકિત સમ્રાટ અને અનિલ કપૂર સાથે કામ કર્યું હતું.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.