ધનુ થી મકર રાશી માં આવ્યો ગુરુ, કુંડળી માં અશુભ છે આ ગ્રહ તો કરો આ સરળ ઉપાય

29 માર્ચ, રવિવારથી, ગુરુ ગ્રહ રાશિ બદલાઈ ગઈ છે. પહેલાં, આ ગ્રહ ધનુ રાશિમાં હતો, હવે આ ગ્રહ પરિવર્તન કરીને મકર રાશિમાં પ્રવેશ કર્યો છે.

ગુરુ ગ્રહ ધનુ અને મીન રાશિના સ્વામી છે. ગુરુ પિત વર્ણ એટલે પીળા રંગ ના છે. તેમના માથા પર સોનાનો મુકુટ અને ગળા માં માળા છે. તે પીળા કપડા પહેરે છે અને કમળના આસન પર બેસે છે. તેમના ચાર હાથ છે અને ચારેય હાથ માં દંડ, રુદ્રાક્ષ ની માળા, પાત્ર અને વરદમુદ્રા છે.

બધી 12 રાશીઓ પર ગુરુ ગ્રહ અસર

ગુરુના કારણે મેષ, કન્યા, વૃશ્ચિક, ધનુ, મકર અને મીન રાશિ માટે સમય અનુકૂળ રહેશે. આ લોકોને ભાગ્ય નો સાથ મળશે અને ધનલાભ મળી શકે છે.

મિથુન, સિંહ, તુલા અને કુંભ રાશિના લોકો માટે આ સમય સાવચેત રહેવાનો રહેશે. બેદરકારીથી બચો અને ધૈર્ય બનાવી રાખો.

વૃષભ અને કર્ક રાશિના લોકો પર સામાન્ય અસર પડશે. તેમને તેમની મહેનત મુજબ ફળ મળશે.

ગુરુ ની અશુભ અસર થી બચવા માટે શું કરો

ગુરુ ગ્રહ લગભગ 13 મહિના સુધી એક રાશિમાં રોકાય છે. ક્યારેક-ક્યારેક તે તેની વક્રી સ્થિતિને કારણે આ સમયે વધારે પણ હોઈ શકે છે.

આ ગ્રહની મહાદશા સોળ વર્ષની હોય છે. આ ગ્રહની અશુભ અસરોથી બચવા માટે, દર ગુરુવારે પીળા કપડાં, હળદર, ઘી, અનાજનું દાન કરો.

ગુરુ મંત્ર ऊँ बृं बृहस्पतये नमः નો જાપ કરો. ગુરૂવારે તાંબાના લોટા માં કેસર મિશ્રિત પાણી ભરીને શિવલિંગ પર ચઢાવો.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *