ગર્લફ્રેન્ડ થી સગાઈ કરવા માટે મશહુર હતા અક્ષય કુમાર, ઘણા થી કર્યું લગ્ન નું વચન પછી આપી દીધો વિશ્વાસઘાત

દેશ આ સમયે ખૂબ જ વધારે નાજુક સ્થિતિ માં છે. કોરોનાને કારણે પુરા દેશમાં ગભરાટનું વાતાવરણ છે. જોકે, સેલિબ્રિટીઓ આગળ આવીને કોરોના પીડિતોની સહાય માટે કરોડો રૂપિયાની સહાય આપી છે. જેમાં અક્ષય કુમારે પીડિતો માટે 25 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અક્ષય સાથે જોડાયેલ આવા ઘણા કિસ્સા છે જેના વિષે બહુ ઓછા લોકો ને ખબર છે. આજે અમે તમને અક્ષયના અફેયર્સ ના કેટલાક કિસ્સા સંભળાવવા જઈ રહ્યા છીએ. રવિના ટંડન અને શિલ્પા શેટ્ટી સાથે અક્ષયનું અફેયર સૌથી વધુ ચર્ચા માં રહ્યું હતું. અક્ષયે બંને ના સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.

અક્ષય કુમારનું અફેયર રવિના ટંડન અને શિલ્પા શેટ્ટી સાથે મહત્તમ ચર્ચાનો વિષય બન્યું હતું. આ બંને અભિનેત્રીઓ સાથે અક્ષયનું અફેયર લાંબું ચાલ્યું, પરંતુ તેમને પણ અક્ષયથી પ્રેમમાં દગો જ મળ્યો. અક્ષય માટે આ વાત મશહુર હતી કે અફેયરની શરૂઆતમાં તે અભિનેત્રીને સગાઈની રીંગ પહેરાવી દેતા હતા અને લગ્ન કરવાનું વચન આપતા હતા.

રવિના ટંડન અને અક્ષયે ફિલ્મ ‘મોહરા’ (1994) માં સાથે કામ કર્યું હતું. સાથે કામ કરતી વખતે બંને નજીક આવી ગયા હતા. બંનેની નિકટતા એટલી વધી ગઈ હતી કે અક્ષયે રવિના સાથે સગાઈ પણ કરી લીધી હતી. રવિનાએ પોતે એક ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી. પરંતુ આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંને માં બ્રેકઅપ થઇ ગયું. અક્ષયના બ્રેકઅપ બાદ રવિના ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. બંનેએ ‘ખિલાડીઓ કા ખિલાડી’ (1996), ‘દાવા’ (1997), ‘કીંમત’ (1998), ‘બારૂદ’ (1998) ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

શિલ્પા શેટ્ટી અને અક્ષય વચ્ચેના અફેયરથી પણ ચર્ચા માં રહ્યું હતું. અક્ષયે શિલ્પા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ શિલ્પાને ખબર પડી કે અક્ષય તેમની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. બ્રેકઅપ પછી, શિલ્પાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અક્ષયે તેનો ઉપયોગ કર્યો હતો અને તેમને છોડી દીધી હતી. જોકે હવે બંને વચ્ચે સામાન્ય સંબંધ છે. અક્ષય-શિલ્પાએ ‘મેં ખિલાડી તુ અનાડી’ (1994), ‘ઇન્સાફ’ (1997), ‘જાનવર’ (1999), ‘ધડકન’ (2000) ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

એક મુલાકાતમાં શિલ્પા શેટ્ટીએ અક્ષય કુમારના અફેયરને લગતી એક મજેદાર વાત શેયર કરી હતી. શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે અક્ષય કુમારે પોતાની પ્રેમિકા ને વિશ્વાસ અપાવવા માટે જલ્દી સગાઈ કરી લેતા. શિલ્પાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે અક્ષય કુમાર મોડીરાત્રે પોતાની દરેક પ્રેમિકા ને મોડી રાત્રે મુંબઇના સિદ્ધિ વિનાયક મંદિર લઇ જતા અને ત્યાં જ તેમના લગ્ન કરવાનું વચન આપતા, પરંતુ અક્ષયના જીવનમાં કોઈ નવી છોકરી આવતાની સાથે જ અક્ષય ફરી જતા.

ફિલ્મ ‘ખિલાડીઓ કા ખિલાડી’માં સાથે કામ કરતી વખતે, અક્ષયનું નામ પણ રેખા સાથે પણ જોડાયું હતું. અક્ષયનું રેખા સાથેનું અફેયર સૌથી વધારે આઘાતજનક હતું. રેખા અક્કી કરતા ઉંમરમાં ઘણી મોટી છે. એવું કહેવામાં આવે છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન, રેખાની આંખો અક્ષય કુમારથી દૂર થઈ શકતી નહોતી. તે દરેક સમય અક્ષયની નજીક રહેવાનો પ્રયત્ન કરતી હતી. રવિનાની રેખા અને અક્ષય ના સાથે નિકટતા શરૂ થવા લાગી હતી કારણ કે તે સમયે રવિના અક્ષય કુમારના પ્રેમમાં પાગલ હતી.

અક્ષય કુમારે આયશા જુલ્કા સાથે ફિલ્મ ‘ખિલાડી’ (1992) માં કામ કર્યું હતું. બન્ને જ રીલ લાઇફમાં રોમાંસ કરતા કરતા રીયલ લાઈફમાં એકબીજાની નજીક આવી ગયા હતા. પરંતુ તેમના સંબંધો પણ લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા અને થોડા સમય ડેટ કર્યા પછી અલગ થઈ ગયા હતા. બંનેએ ‘વક્ત હમારા હૈ’ (1993), ‘જય કિશન’ (1994), ‘દિલ કી બાજી’ (1993) જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

અક્ષયનું નામ પણ પૂજા બત્રા ના સાથે જોડાયેલ છે. આ બન્ને ની મુલાકાત તે સમયે થઇ હતી જ્યારે અક્ષય ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવાના પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પૂજા એક સુપરમોડલ હતી. બંનેમાં મિત્રતા થઇ હતી અને અફેયરના અહેવાલો પણ મળ્યા હતા. અક્ષય પૂજાની મદદથી ફિલ્મી પાર્ટીઓમાં જતો હતો. પરંતુ જ્યારે તેમને ફિલ્મોની ઓફર્સ મળવા લાગી તો તેમને પૂજાથી દુરી કરી લીધી.

1999 માં આવેલી ફિલ્મ ‘ઈંટરનેશનલ ખિલાડી’ દરમિયાન ટ્વિંકલ ખન્નાની નજીક આવ્યા. બંને ની નજદીકીઓ વધી અને અક્ષય એ ટ્વિંકલને લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. ટ્વિંકલ પણ રાજી થઈ ગઈ. જણાવી દઈએ કે બંનેના લગ્ન જાન્યુઆરી 2001 માં થયા હતા. પુત્ર આરવ અને પુત્રી નિતારા બંનેના બે સંતાનો છે. બંનેએ ‘ઝુલ્મી’ (1999) માં સાથે કામ કર્યું હતું.

ટ્વિંકલ થી લગ્ન પછી પછી પણ અક્ષયના અફેયર ના કિસ્સા ઓછા ના થયા. અક્ષયનું નામ પણ પ્રિયંકા ચોપડા સાથે જોડાયેલ છે. સમાચારો અનુસાર બંને ‘એતરાજ’ (2004) ફિલ્મના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. ટ્વિંકલ મીડિયામાં તેમના અફેયર્સના સમાચારોને કારણે એટલી નારાજ થઈ ગઈ હતી કે તેમને અક્ષયને પ્રિયંકા સાથે બીજી કોઈ ફિલ્મ ન કરવાની સૂચના આપવા પણ આપી દીધી હતી. બંનેએ ‘અંદાજ’ (2003), ‘મુઝસે શાદી કરોગી’ (2004), ‘વક્ત’ (2005) ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *