શાહરૂખ ના નજીક ના મિત્ર ને ઘરે આવ્યું કોરોના વાયરસ નું સંકટ, હવે થશે પૂરી ફેમીલી નો ટેસ્ટ

વિશ્વના ઘણા દેશો કોરોના મહામારી થી પરેશાન છે. ભારત પણ ધીરે ધીરે આ વાયરસની ચપેટ માં ધીરે ધીરે આવી રહ્યું છે. જોકે, મહામારી અત્યારે ભારતમાં આ સ્ટેજ 2 માં છે. પરંતુ, અત્યાર સુધીમાં, સમગ્ર ભારતમાં 4000 થી વધુ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. અને સો થી વધુ લોકો ના જીવ અત્યાર સુધી જઈ ચુક્યા છે. આ દરમિયાન બોલીવુડથી કોરોના વિશે એક મોટા સમાચાર આવી રહ્યો છે. ચાલો જાણીએ શું છે મોટા સમાચાર.

બોલીવુડના સૌથી જાણીતા વ્યક્તિ શાહરૂખ ખાનની નજીક હોવાનું મનાતા કરીમ મોરાનીની પુત્રી શજા મોરાની કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. શજા મોરાની નો કોરોના પોઝિટિવ તેમના પરિવાર માટે ખાસ કરીને તેમના પિતા માટે મોટો આંચકો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમયે તેમના પિતા કરીમ મોરાની આઘાત માં છે.

કરીમ એ બોલીવુડ ફિલ્મ નિર્માતા છે. અને તે પોતાના સંપૂર્ણ પરિવાર સાથે મુંબઇના જુહુ વિસ્તારમાં રહે છે. તમને જણાવી દઈએ કે જુહુ મુંબઇનો તે વિસ્તાર છે જ્યાં બોલીવુડ નના બધા સ્ટાર્સ રહે છે. શજા મોરાનીનું કોરોના પોઝિટિવમાં આવવું પુરા એરિયા માટે એક આંચકા સમાન છે. અને આ રીપોર્ટ પછી જુહુ વિસ્તારમાં પણ ભારે તણાવ પણ દેખાઈ રહ્યો છે. કારણ કે મુંબઈના જુહુ વિસ્તારમાંથી અત્યાર સુધી કોઈ કોરોના પોઝિટિવ નહોતો મળ્યો. જો કે, આખા દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી જ છે.

શજા મોરાની વિશે વાત કરીએ તો તે રવિવારે સાંજે કોરોના પોઝિટિવ મળી હતી. તેમના રીપોર્ટ પછી તેમને તાત્કાલિક નાનાવતી હોસ્પિટલમાં દાખલ કરાવી દેવામાં આવી છે. જણાવી દઈએ કે શજા તેમના સંપૂર્ણ પરિવાર માતાપિતા અને જોયા ના સાથે જુહુમાં રહે છે. ત્યાં જોયા મોરાની પણ એક બોલીવુડ અભિનેત્રી છે.

કરીમ મોરાની તેમના પરિવાર સાથે જે બિલ્ડીંગ માં રહે છે. તે બિલ્ડિંગનું નામ શગુન છે. શજાનું કોરોના પોઝિટિવ આવવાને કારણે પુરી ઇમારત ને લોકડાઉન કરી દેવામાં આવી છે. અને વિસ્તારમાં કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. જણાવી દઈએ કે શજાના પરિવારના 9 અન્ય સભ્યોની પણ કોવિડ 19 નો ટેસ્ટ કરવામાં આવશે.

જો કે માનવામાં આવે છે કે તેની સ્થિતિ હજી સ્થિર છે. અને તે નાનાવતી હોસ્પિટલમાં દાખલ છે. તેથી તેના પરિવારને આશા છે કે, શજા જલ્દીથી સ્વસ્થ થઈ જશે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે શજા ના તો ક્યાય વિદેશથી આવી છે. અને ના જ કોરોના પોઝીટીવ ના સંપર્કમાં આવી નથી. આ કેસમાં તેમનો કોરોના પોઝિટિવ હોવાનું એ ઘણું આશ્ચર્યજનક છે.

કરીમ મોરાની એક નિર્માતા તરીકે જાણીતા છે. તેમને બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. કરીમે ચેન્નઈ એક્સપ્રેસ જેવી સુપરહિટ ફિલ્મો પણ આપી છે. શાહરૂખ ખાન સ્ટારર ચેન્નઈ એક્સપ્રેસના નિર્માતા કરીમ મોરાની પણ શાહરૂખ ખાનના ખૂબ જ સારા મિત્ર છે. તે સિવાય બોલીવુડની દરેક મોટી પાર્ટીના ઓર્ગેનાઈઝેશન નો શ્રેય મોરાની પરિવારને જાય છે. આ સમયે, શજા મોરાનીનું કોરોના પોઝિટિવ આવવાનું ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે જુહુમાં બોલીવુડના ઘણા મોટા સ્ટાર રહે છે. જણાવી દઈએ કે તેનાથી પહેલા કોરોના, બોલીવુડ સિંગર કનિકા કપૂર ને પોતાની ચપેટ માં લઇ ચુક્યો છે. પરંતુ સારી વાત આ છે કે હવે તેમનો નવો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *