ચૈત્ર પૂર્ણિમા ના દિવસે જરૂર કરો આ કામ, આ કાર્યોને કરવાથી થાય છે ‘અક્ષય ફળ’ ની પ્રાપ્તિ

ચૈત્ર મહિનાની પૂર્ણિમા 8 એપ્રિલે આવી રહી છે. આ પૂર્ણિમા એ ચંદ્રને મધુ પૂર્ણિમા અને ચૈત્રી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પૂર્ણિમા ચંદ્ર સંવત્સરની પ્રથમ પૂર્ણિમા છે. જેના કારણે તેનું મહત્વ વધુ વધે છે. આ દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવામાં આવે છે અને ગરીબ લોકોને દાન આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પૂર્ણિમાના દિવસે સૂર્યને અર્ઘ્ય આપવાથી અને ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી વ્યક્તિને ઇચ્છિત વસ્તુ મળી જાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણ ના મુજબ ચૈત્ર મહિના ની પૂર્ણિમા ના દિવસે તીર્થ સ્નાન, દાન, વ્રત અને ભગવાન વિષ્ણુજી ની પૂજા જરૂર કરવી જોઈએ.

ચૈત્ર પૂર્ણિમા નું મહત્વ

શાસ્ત્રો અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે ચંદ્ર સૌળે કળાથી પૂર્ણ હોય છે. આ દિવસે ચંદ્રમાં નું વ્રત કરવાથી સુખ મળે છે અને વ્યક્તિને શ્રેય અને સુંદરતા મળે છે. વળી, વિષ્ણુજીની પૂજા કરવાથી ધનલાભ પણ થાય છે.

ચૈત્ર પૂર્ણિમા ના દિવસે જરૂર કરો આ કાર્ય

ચૈત્ર પૂર્ણિમા ના દિવસે સવારે ઉઠીને પવિત્ર નદી માં સ્નાન કરો અથવા પછી નહાવાના પાણી માં ગંગાજળ મેળવી લો. આ દિવસે પવિત્ર જળ થી સ્નાન કરવાથી બધા પાપો નો અંત થઇ જાય છે.

2. સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને પીળા ફૂલો, ફળો અને કપડાં ચઢાવો. પૂજા દરમિયાન તમારે મંદિરમાં અનાજ પણ રાખવું જોઈએ. પૂજા પૂર્ણ થયા પછી આ અનાજ ગરીબ લોકોને વહેંચી દો.

3. આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા પણ કરવામાં આવે છે. તેથી ભગવાન વિષ્ણુ ની પૂજા કર્યા પછી સૂર્યદેવ ને અર્ઘ્ય પણ આપો. સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવા, તાંબાના કળશ ના અંદર પાણી, ચોખા, સિંદૂર અને ફૂલો નાંખી દો. ત્યાર પછી આ જળથી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો.

4. હનુમાન જયંતી પણ ચૈત્ર પૂર્ણિમાના દિવસે આવે છે. તેથી, આ દિવસે ભગવાન હનુમાનજી ની પૂજા પણ કરો. શાસ્ત્રો અનુસાર ભગવાન હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂર્ણિમાના દિવસે થયો હતો.

5. સાંજે ચંદ્રની પૂજા પણ કરો. ચંદ્રની પૂજા કરતી વખતે તેમને ખીર અર્પણ કરો. ખીર ને પૂરી રાત ચંદ્રમાં ની ચાંદનીમાં રહેવા દો. બીજા દિવસે સવારે સ્નાન કરીને આ ખીરને પ્રસાદ તરીકે વહેંચો.

6. આ દિવસે પીપળા ના વૃક્ષ ની પણ પૂજા કરો. પીપળા ના વૃક્ષની પૂજા કરતા સમયે વૃક્ષ પર દૂધ અને પાણી અર્પિત કરો. તેના પછી, વૃક્ષ ની પરિક્રમા કરો અને વૃક્ષની નજીક દીવો પ્રગટાવો. આ ઉપાય પૂર્ણિમા ના દિવસે કરવાથી ધન લાભ થવા લાગી જાય છે.

7. ચૈત્ર મહિના ની પૂર્ણિમાના દિવસે દાન કરવાનું પણ ખૂબ મહત્વનું છે. આ દિવસે, તમારે ખોરાક, પાણી, પગરખાં, ચંપલ, કપડા અને કાળી છત્રીઓનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય મળે છે અને સ્વર્ગના દરવાજા ખુલી જાય છે.

8. આ દિવસે વિષ્ણુજી અને લક્ષ્મીજીની પણ પૂજા-અર્ચના એક સાથે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સાંજે તેમની પૂજા કરવાથી ધન મળે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *