રવી કિશન થી અક્ષરા સિંહ સુધી, કોરોના પીડિતો ની મદદ માટે આગળ આવ્યા ભોજપુરી ના આ સ્ટાર્સ

કોરોના વાયરસ ની મહામારી એ ભારત સહિત પૂરી દુનિયા ને પોતાની ચપેટ માં લઇ લીધી છે. આ સમય દરમિયાન, ઘણી મોટી સેલીબ્રીટી દેશ ના દૈનિક વેતન મજૂરો અને નાની નોકરી કરવા વાળા માટે પૈસા દાન કરી રહ્યા છે. આ સિલસિલા માં ભોજપુરી ફિલ્મો ના બે સુપરસ્ટાર્સ રવિ કિશન અને અક્ષરા સિંહે પણ મદદનો હાથ લંબાવી દીધો છે. ભાજપના સાંસદ અને ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ટેકનિશિયનો ને પોતાના ઘરે બોલાવીને તેમને જરૂરીયાતો ની વસ્તુઓ ના સાથે સાથે તેમને રાશનનું પણ વિતરણ કર્યું છે.

ફિલ્મ ઉદ્યોગના ટેકનિશિયનો ને રાશન વિતરણ ઉપરાંત, તેમણે પ્રધાનમંત્રી રાહત ભંડોળમાં એક મહિનાનો પગાર દાન આપવાની જાહેરાત કરી છે.

ગોરખપુરના સાંસદ રવિ કિશનને તેમના પ્રદેશના લોકો માટે દવાઓ અને જરૂરી વસ્તુઓ નું સંચાલન કરવા માટે સાંસદ ભંડોળમાંથી 50 લાખ રૂપિયા દાનમાં આપી ચુક્યા છે.

પીએમ કેયર્સ ફંડમાં દાન આપવાની જાણકારી આપતા રવિ કિશન એ તમામ દેશવાસીઓથી તેમની ક્ષમતા પ્રમાણે મદદ કરવા વિનંતી પણ કરી છે.

રવિ કિશન એ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “ઇમર્જન્સીના આ સમય માં માનવતા ને બચાવવા માટેના બધા સક્ષમ લોકોએ મદદ કરવા આગળ આવવું જોઈએ.

મેં મારો એક મહિનાનો પગાર પીએમ રાહત ફંડમાં પણ દાન કર્યો છે જેથી કોઈ ભૂખ્યુ ના રહે, જેથી દરેકની સારવાર પણ થઈ શકે. હું તમામ દેશવાસીઓને સારા સ્વાસ્થ્યની કામના કરું છું.’

રવિ કિશન ઉપરાંત ભોજપુરી ફિલ્મ્સ સ્ટાર અક્ષરા સિંહે પણ મુખ્યમંત્રી રીલીફ ફંડ માં 1 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. અક્ષરાએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તે 1 લાખ રૂપિયાના ચેક સાથે નજર આવી રહી છે.

આમ્રપાલી દુબેએ 2.5 લાખ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે. તેમાંથી તેમણે યુપી સીએમ રિલીફ ફંડમાં એક લાખ રૂપિયા, બિહારના સીએમ રિલીફ ફંડમાં એક લાખ રૂપિયા અને મહારાષ્ટ્રના સીએમ રિલીફ ફંડમાં 50 હજાર રૂપિયા જમા કરવાની જાહેરાત કરી છે.

આ અગાઉ ભોજપુરી સુપરસ્ટાર નિરહુઆએ પોતાની એક મહિનાની કમાણી આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તે જેટલું પણ એક ફિલ્મ થી કમાય છે તે તમામ રકમ પીએમ રાહત ભંડોળમાં આપશે.

ભોજપુરી અભિનેત્રી શુભી શર્મા એ બિહાર ઉત્તર પ્રદેશના 20 ગામોમાં કંપની ફેયર ડીલ ના માધ્યમ થી માસ્ક, સેનિટાઈઝર અને ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *