પોતાના વચન પર કાયમ રહ્યા સલમાન ખાન, 16000 મજૂરો ના ખાતા માં નાંખ્યા આટલા કરોડ રૂપિયા

કોરોના વાયરસને કારણે આખી દુનિયાની અર્થવ્યવસ્થા હચમચી ઉઠી છે. ભારતમાં પણ હાલાત ખૂબ જ ખરાબ છે. અહીં કોરોનાના 5000 થી વધુ કેસ નોંધાયા છે. આ ચેપને રોકવા માટે, હાલમાં દેશભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જો પરિસ્થિતિ કાબૂમાં ન આવે તો તેને આગળ વધારવાનું પણ વિચારી શકાય છે. આ લોકડાઉનની સૌથી મોટી માર ગરીબ વર્ગ ના લોકો સહન કરી રહ્યા છે. આ ગરીબ લોકો એવા લોકો છે જે રોજ કમાઈને ખાવા વાળા છે. લોકડાઉનને કારણે, તેમને ખાવા પીવા ના ફાંફા પડી ગયા છે. તેમની પાસે કોઈ બેંક બેલેન્સ નથી અને ન તો તેઓ વધારે રેશન પાણી એકત્રિત કરે છે. આવી સ્થિતિમાં સલમાન ખાન આ ગરીબ મજૂરોની મદદ માટે આગળ આવ્યા છે.

તમને યાદ છે સલમાન ખાનનો તે ફેમસ ડાયલોગ, ‘एक बार जब मैंने कमिटमेंट कर दी, उसके बाद तो मैं खुद की भी नहीं सुनता..’ હવે સલમાને વાસ્તવિક લાઈફ માં તેના ફિલ્મી સંવાદને અનુસર્યો છે. થોડાક દિવસો પહેલા સલમાને જાહેરાત કરી હતી કે તે લોકડાઉન ના કારણે રોજગાર મેળવનારા ઇન્ડસ્ટ્રી ના દિહાડી મજૂરો ની મદદ કરશે. હવે વીતેલ મંગળવારે સલમાને પોતાનું વચન પૂરું કર્યું છે. ખરેખર, સલમાનએ 16 હજાર મજૂરોના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા છે.

મળતી માહિતી મુજબ સલમાને 16 હજાર મજૂરોના બેંક ખાતામાં કુલ 4 કરોડ 80 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. આ સાથે સલમાને વચન આપ્યું છે કે તે આગામી મહિનામાં એટલે કે મે મહિનામાં 19000 મજૂરોના ખાતામાં 5 કરોડ 70 લાખ રૂપિયા જમા કરશે. મતલબ કે આ બે મહિનામાં સલમાન મજૂરોને 10 કરોડ 50 લાખ રૂપિયાની સહાય પૂરી પાડશે. સલમાને લીધેલા આ પગલા ખરેખર વખાણવા યોગ્ય છે. સોશિયલ મીડિયા પર પણ તેમની પ્રશંસા થઈ રહી છે.

જો સૂત્રોની વાત માનીએ તો સલમાન ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝના જનરલ સેકેટ્રી અશોક દુબેના થોડાક દિવસો પહેલા કામદારોના ખાતાના નંબર પૂછવામાં આવ્યા હતા. આ પછી, 6 એપ્રિલના દિવસે 19000 મજૂરોની બેંક વિગતો સલમાન સુધી પહોંચી હતી. બીજા દિવસે, 7 એપ્રિલની સાંજે, સલમાને 16000 મજૂરોના ખાતામાં પ્રતિ મજુર 3000 રૂપિયા જમા કરાવી દીધા. એટલું જ નહીં, સલમાને અશોક દુબે ના સાથે વાતચીત કરીને આ દિહાડી મજૂરો ને અલગથી રાશન-પાણીની વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું.

નોંધપાત્ર વાત એ છે કે આ સમયે દેશ ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં અક્ષય કુમાર, આમિર ખાન, કાર્તિક આર્યન વગેરે બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. દેશભરની ઘણી એનજીઓ ગરીબોને રાશન-પાણી પહોંચાડવા માટે પણ કામ કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં બધા દેશવાસીઓએ સાથે મળીને કામ કરવું પડશે. કોરોનાને હરાવવા અને દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો બસ આ એકમાત્ર રસ્તો છે. તેથી, તમારા થી પણ ગરીબોની જે પણ મદદ થઇ શકે તે જરૂર કરજો.

તેમ તો તમને સલમાન ખાન નું આ કામ કેવું લાગ્યું અમને કોમેન્ટ માં જરૂર જણાવો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *