ગંગાજળ શની દોષ થી અપાવશે છુટકારો, બસ કરવું પડશે તમારે આ નાનું કામ, જાણો ગંગાજળ ના ફાયદા

ગંગા જળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, જો આપણે ધાર્મિક માન્યતાઓ જોઈએ તો ગંગાના દર્શન માત્ર થી જ બધા કષ્ટો થી છુટકારો મળે છે, જો ગંગામાં સ્નાન અથવા પૂજા કરવામાં આવે તો તેનાથી માણસના તમામ પ્રકારના પાપ નો નાશ થઇ જાય છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ, ગંગાજળ ના પાણીમાં ઘણી ઔષધી ગુણધર્મો મળી આવે છે, જો કોઈ વ્યક્તિ સ્નાન કરે તો વ્યક્તિ અનેક રોગોથી મુક્તિ મેળવે છે, ગંગાજળ ના એક નહિ પરંતુ તેના ઘણાં ફાયદાઓ છે, ગંગાજળ થી ઘર નું વાસ્તુ દોષ દૂર થાય છે, એટલું જ નહીં પરંતુ ગંગાજળ ના ઉપયોગ થી ગ્રહ દોષ, શનિ દોષ નું પણ નિવારણ થાય છે, આજે અમે તમને ગંગાજળ ના ફાયદા વિશે જાણકારી આપવાના છીએ.

આવો જાણીએ ગંગાજળ ના ફાયદાઓ ના વિષે

ગંગાજળ થી શનિદેવ પણ પ્રસન્ન થાય છે, તમે શનિવારે શુધ્ધ એક લોટા માં સાફ પાણી ભરીને તેમાં થોડુંક ગંગા જળ મેળવી લો અને તમે તેને પીપળના ઝાડ પર ચઢાવો, એવું કરવાથી શનિ ના અશુભ પ્રભાવ દૂર થાય છે, તેના સિવાય જો તમે શિવજી ની પૂજા માં શિવલિંગ પર ગંગાજળ થી અભિષેક કરો છો તો ભોલેનાથ પણ ખુશ થાય છે.

જો ઘર માં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો તેના કારણે બહુ બધી પરેશાનીઓ થી પસાર થવું પડે છે, જો તમારે પોતાના ઘરનું વાસ્તુ દોષને દુર કરવા ઈચ્છો છો તો તેના માટે તમે નિયમિત રૂપ થી ઘરના અંદર ગંગાજળનો છંટકાવ કરો, તેનાથી ઘર ની નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા નો સંચાર થાય છે.

તમે દરરોજ સવારે નિયમિત રૂપ થી સવાર ના સમયે પોતાના ઘરના બધા રૂમમાં ગંગાજળ ના પાણીનો છંટકાવ કરો, તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને ઘર પરિવારના વાદવિવાદ દુર થાય છે.

નજર ના દુષ્પ્રભાવ થી પણ ગંગાજળ છુટકારો અપાવી શકે છે, જો કોઈ મનુષ્ય અથવા બાળક નજર લાગી ગઈ છે, તો તેના ઉપર ગંગાજળ ના છાંટા મારો.

ગંગાજળને ખૂબ જ ચમત્કારીક માનવામાં આવે છે, વૈજ્ઞાનિક રૂપે, ગંગાજળ માં બહુ બધા ઔષધીય ગુણધર્મો મળે છે, તમે ગંગાજળ ને ઘણા વર્ષોથી સુરક્ષિત રાખી શકો છો, ગંગાજળ ખરાબ નથી થતું, જો તમે દરરોજ ગંગાજળનું સેવન કરો તો તેનાથી શારીરિક રોગો દૂર થાય છે, જે વ્યક્તિ નિયમિતપણે ગંગાજળ નું સેવન કરે છે, તેમની પાચન શક્તિ પણ મજબૂત રહે છે, ગંગાજળ પાચન શક્તિ મજબૂત રાખવામાં ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગ્રંથો માં પણ આ વાત નો ઉલ્લેખ મળે છે કે ગંગાજળ ના સેવન થી સ્મરણ શક્તિ મજબુત થાય છે.

જો વાસ્તુ દોષને કારણે ઘર પરિવાર માં સમસ્યાઓ ઉત્પન્ન થઇ રહી છે, તો ગંગાજળ તેના માટે ખૂબ ફાયદાકારક રહેશે, તમે ગંગાજળ ને પિત્તળ ની કોઈ બોટલમાં ભરીને પોતાના ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રાખી દો, જો તમે એવું કરો છો તો તેનાથી તમારી સમસ્યાઓ જલ્દીથી હલ થઈ શકે છે, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે હંમેશા ગંગાજળ ને પૂજા સ્થળ અથવા પછી કિચન ના ઉત્તર પૂર્વ દિશામાં રાખો, એવું કરવાથી ઘર પરિવાર ના લોકોને તરક્કી મળે છે અને ઘર માં સુખ સમૃદ્ધિ આવે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *