હિંદુ પુરાણો માં છે સંક્રમણ થી બચવાના ઉપાય, તેમને અજમાવ્યો તો વાયરસ દુર રહેશે

કોરોના વાયરસને કારણે આ સમયે દુનિયાભર માં હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધી આ વાયરસનો ઇલાજ અત્યાર સુધી શોધી શકાયો નથી. આવી સ્થિતિમાં, તેનાથી બચવાનો એકમાત્ર ઉપાય આ છે કે તમે પોતાને તેનાથી બચાવીને રાખો. એવું કરવા માટે, હમણાં તમને ઘરમાં કેદ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. તેના સાથે વારંવાર હાથ અને મોં વારંવાર ધોવ, હાથ મિલાવવાને બદલે નમસ્તે કરવાનું અને મોં માથા વગેરે થી ઢાંકીને રાખવાની સલાહ પણ આપવામાં આવી રહી છે. જો તમે નોટીસ કર્યું હોય, તો આ સજેશન ના મધ્યમ થી, આપણે ફરી એક વ્ક્ખ્ત પ્રાચીન સંસ્કૃતિ અને માન્યતાઓ ની તરફ વળી રહ્યા છીએ. એવામાં, આજે અમે તમને શાસ્ત્રો માં જણાવેલ કેટલાક તે શ્લોકો ના અર્થ જણાવવા જઈ રહ્યા છીએ જે તમને સંક્રમણ થી દૂર રાખવાનું જ્ઞાન આપે છે. એટલે આપણા શાસ્ત્રો માં સંક્રમણ થી બચાવના ઉપાયો પહેલાથી જ હાજર છે.

હાથ થી પરોસવામાં આવેલ ભોજન ના ખાઓ

लवणं व्यञ्जनं चैव घृतं तैलं तथैव च। लेह्यं पेयं च विविधं हस्तदत्तं न भक्षयेत्। ધર્મસિંધુમાં લખેલ આ શ્લોકનો અર્થ એ છે કે તમને મીઠું, ઘી, તેલ અથવા પછી કોઈ અન્ય વાનગીઓ, પીણા પદાર્થ અથવા પછી ખાવાનો કોઈ પણ સામાન ત્યારે ના નથી ખાવાનો જયારે તે હાથ થી પરોસવામાં આવ્યું હોય. તેથી તમને હંમેશા ચમચી થી પરોસવામાં આવેલ ખાવાનું જ ખાવું જોઈએ.

આવા કપડા ના પહેરો

न अप्रक्षालितं पूर्वधृतं वसनं बिभृयात्। વિષ્ણુસ્મૃતિ માં વર્ણિત આ શ્લોક નો અર્થ એ છે કે તમારે એક વખત પહેરેલ કપડાઓ ને ધોયા વગર ના પહેરવા જોઈએ. આ કપડાં માં વાતાવરણમાં હાજર જીવાણું અને વિષાણું લાગી શકે છે, તેથી તેમને ધોયા પછી જ બીજી વખત ધારણ કરવા જોઈએ.

મોં અને માથા ને ઢાંકો

घ्राणास्ये वाससाच्छाद्य मलमूत्रं त्यजेत् बुध:। नियम्य प्रयतो वाचं संवीताङ्गोऽवगुण्ठित:। વાધુલસ્મૃતિ અને મનુસ્મૃતિ માં જણાવેલ આ શ્લોકનો અર્થ છે કે જે તમને પોતાના નાક, મોં અને માથા ને ઢાંકીને રાખવા જોઈએ. તેના સાથે, મૌન રહીને મળ મૂત્ર ત્યાગવું જોઈએ. જો તમે આ કરો છો, તો સંક્રમણ નું જોખમ ઓછુ થઇ જાય છે.

આ ઘટનાઓ પછી સ્નાન કરો

चिताधूमसेवने सर्वे वर्णा: स्नानम् आचरेयु:। वमने श्मश्रुकर्मणि कृते च। વિષ્ણુસ્મૃતિ માં લખેલ આ શ્લોક માં એવું કહેવામાં આવ્યું છે કે સ્મશાન ગૃહથી આવ્યા પછી, ઉલટી થયા પછી, દાઢી બનાવ્યા પછી અને વાળ કાપ્યા પછી, ઘરમાં પ્રવેશ કરતા જ તમને સર્વપ્રથમ સ્નાન કરવું જોઈએ. એવું કરવાથી સંક્રમણ નથી થતું.

ભીના કપડા થી બોડી ના લૂછો

अपमृज्यान्न च स्नातो गात्राण्यम्बरपाणिभि:। માર્કંડેય પુરાણ માં લખેલ આ શ્લોકનો અર્થ એ છે કે તમારે પોતાના શરીર ને ક્યારેય પણ ભીના કપડા થી ના સાફ કરવું જોઈએ નહીં. જો તમે એવું કરો છો તો સ્કીન માં સંક્રમણ નો ચાન્સ વધી જાય છે. તેથી હંમેશાં સુકા કપડા એટલે કે ટુવાલથી જ પોતાની બોડી ને લૂછવું જોઈએ.

અમે આશા રાખીએ છીએ કે તમે આપણા શાસ્ત્રોમાં જણાવેલ આ પદ્ધતિઓ પર જરૂર ધ્યાન આપો. ખાસ કરીને કોરોના વાયરસના વાતાવરણમાં, આ ટેવો ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમને અમારી આ જાણકારી પસંદ આવો હોય, તો પછી તેને અન્ય લોકો સાથે શેયર કરવાનું ના ભૂલો. આ રીતે, બાકી લોકો પણ સુરક્ષિત રહી શકશે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *