3 વખત લગ્ન કરી ચુક્યા છીએ શાહરૂખ ખાન, પત્ની ગૌરી માટે પાંચ વર્ષ હિંદુ બનીને રહ્યા હતા

શાહરૂખ ખાન ને આપણે બોલીવુડના કિંગ તરીકે પણ ઓળખીએ છીએ. શાહરૂખની અભિનય ક્ષમતા, સ્ટાઈલ અને લુક ને દેખીને આજે પણ કરોડો લોકો પાગલ થઈ જાય છે. શાહરૂખ પોતાની પ્રોફેશનલ લાઇફ ના સાથે સાથે પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચા માં રહે છે. શાહરૂખે વર્ષ 1991 માં ગૌરી ખાન સાથે લગ્ન કર્યા હતા. આજે ગૌરી પણ કોઈ સેલિબ્રિટી થી ઓછી નથી. શાહરૂખ અને ગૌરીની જોડી બોલીવુડ માં બહુ ફેમસ છે. આ બંને ની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મી કહાની થી ઓછી નથી. શાહરૂખ અને ગૌરી કોલેજના દિવસો દરમિયાન મળ્યા હતા. તેઓ પાર્ટીમાં એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. તેમના વચ્ચે પહેલા મિત્રતા થઇ અને પછી પ્રેમ થયો હતો. બંનેએ 1991 માં એકબીજા સાથે 6 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી લગ્ન કર્યા હતા. એક વર્ષ પછી શાહરૂખે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

ફિલ્મી લવ સ્ટોરી

શાહરૂખે ગૌરીને મેળવવા માટે ઘણી મહેનત કરી હતી. બંને ના અલગ અલગ ધર્મ હોવાને કારણે ગૌરીનો પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતો. શાહરૂખે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઘણી વખત જ્યારે તે ગૌરી થી વાત કરવા માટે તેમના ઘરની લેન્ડલાઇન પર ફોન લગાવતા હતા ત્યારે ગૌરીનો ભાઈ કોલ ઉઠાવી લેતા હતા. આવી સ્થિતિમાં શાહરૂખ તે છોકરીના અવાજમાં પૂછતા હતા કે ગૌરી ઘર પર છે? ગૌરીનો ભાઈ શાહરુખને છોકરી સમજી લેતા હતા અને પોતાની બહેન નો ફોન પકડાવી દેતો હતો. આ બંનેના સંબંધોમાં ધર્મની દિવાલ આવી રહી હતી. આવી સ્થિતિમાં શાહરૂખ હિંદુ બનીને ગૌરીના પરિવાર સાથે 5 વર્ષ સુધી મળતા હતા. જો કે, પછી થી તેમને આ સત્ય બધાને જણાવી દીધું અને ખૂબ જ મુશ્કેલી થી ગૌરીના ઘરના લોકોને લગ્ન માટે રાજી કર્યા.

3 વખત લગ્ન

તમારા માંથી બહુ લોકો ને જાણીને આશ્ચર્ય થશે કે શાહરૂખ અને ગૌરી એ એક બીજા થી ત્રણ વખત લગ્ન કર્યા છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયા ના સમાચાર મુજબ શાહરૂખ ખાન ગૌરી ખાન સાથે કોર્ટ મેરેજ ક્રિયા હતા. તેના પછી, આ બંનેએ 26 ઓગસ્ટ 1991 માં મુસ્લિમ રીતી રિવાજો થી લગ્ન કર્યા હતા. એટલું જ નહીં, તેના પછી 25 ઓક્ટોબર 1991 ના રોજ, બંને એ ફરી એક વખત હિન્દુ ધર્મ ના રીતી રિવાજો ના સાથે લગ્ન કર્યા હતા. આ પ્રકારે શાહરૂખ અને ગૌરી એકબીજા માં ત્રણ વખત લગ્ન કરી ચુક્યા હતા. શાહરૂખ ના મુસ્લિમ અને ગૌરી ના પંજાબી હોવાને કારણે જ આ બંને એ હિંદુ અને મુસ્લિમ રિવાજો થી અલગ-અલગ લગ્ન કરવા પડ્યા હતા.

વર્તમાન માં શાહરૂખ અને ગૌરી ના લગ્ન ને 29 વર્ષ થઇ ગયા છે. આ બંને આજે પણ એકબીજા સાથે ખુશીથી રહી રહ્યા છે. શાહરૂખે બોલીવુડમાં ખૂબ પૈસા અને નામ કમાયા છે, કરોડો છોકરીઓ તેમના દીવાના છે. તેમહોવા છતાં શાહરૂખ આજ સુધી તેના પહેલા પ્રેમ એટલે કે ગૌરી ખાન માટે વફાદાર છે. તેઓનું સુખી કુટુંબ છે જેમાં મોટો પુત્ર આર્યન, મંજલી દીકરી સુહાના અને નાના પુત્ર અબરામ સામેલ છે. કામની વાત કરીએ તો શાહરૂખ ને છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ માં દેખવામાં આવ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર કોઈ ખાસ કમાલ નહોતી કરી શકી.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *