15 એપ્રિલ એ મનાવવામાં આવશે ક્લાષ્ટમી, આ વિધિ થી કાળ ભૈરવ ની કરો પૂજા, અનેક ઇચ્છાઓ થશે પૂરી

  • God

મનુષ્ય પોતાના જીવનમાં સુખ અને શાંતિ મેળવવા માંગે છે, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના ઘર પરિવાર માં સુખ સમૃદ્ધી બની રહે, પરંતુ ફક્ત ઇચ્છા કરવાથી કંઈ નથી થતું, તેના માટે મનુષ્ય ને સખત મહેનત કરવી પડે છે, પરંતુ ઘણી વખત દેખવામાં આવ્યું છે વધારે મહેનત કરવા છતાં પણ વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ નથી આવતી, પરંતુ કેટલાક એવા શુભ દિવસો હોય છે જેમાં જો વિધિ વિધાન પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે તો તેનાથી વ્યક્તિને ફાયદો થાય છે, તમને જણાવી દઈએ કે 15 એપ્રિલ 2020 ના રોજ કલાષ્ટમી વ્રત પૂજા છે. તેમ તો, દર મહિને કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ ને કલાષ્ટમીની મનાવવામાં આવે છે, પરંતુ વૈશાખ માસની કાલાષ્ટમી તિથિ નું ખૂબ મહત્વ માનવામાં આવે છે, આ દિવસે વ્યક્તિ વ્રત રાખીને વિશેષ રૂપ થી ભગવાન શિવજી ના કાળ ભૈરવ સ્વરૂપની પૂજા કરે છે, આ દિવસે દુર્ગા માતાની પણ પૂજા કરવામાં આવે છે, જો તમે વિધિ વિધાન પૂર્વક આ દિવસે પૂજા કરશો, તો તેનાથી તમને ઘણા પ્રકારના ફાયદાઓ મળી શકે છે, કાલાષ્ટમી ને ભૈરવાષ્ટમી ના નામથી પણ લોકો જાણે છે, જો તમે પોતાના ઘર માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવા ઈચ્છો છો તો આજે અમે તમને કાલાષ્ટમી ના દિવસે કયા પ્રકારે પૂજા કરો તેના વિષે જાણકારી આપવાના છીએ, જો તમે આ વિધિ થી પૂજા કરો છો તો તેનાથી તમને લાભ મળશે.

કાલાષ્ટમી ના દિવસે આ પ્રકારે કરો પૂજન

જેવું કે તમે લોકો જાણો છો, કાળ ભૈરવ ભગવાન શિવજી નું જ સ્વરૂપ છે, નારદ પુરાણ માં આ વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો વ્યક્તિ કાલાષ્ટમી ના દિવસે કાળ ભૈરવ ના સાથે દેવી દુર્ગાની પૂજા કરે છે, તો તે તેના માટે જીવન ની બહુ બધી પરેશાનીઓ દુર થાય છે. એટલું જ નહિ પરંતુ કાળ ભૈરવ અને મા દુર્ગાની પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે, જો તમે કાલાષ્ટમી તિથી ની રાત્રે ભૈરવ બાબા ની સાથે-સાથે મહાકાળી ની વિધિ વિધાન પૂર્વક પૂજા કરીએ છીએ અને અડધી રાત્રે તેમના મંત્રનો જાપ કરો છો, તો તેનાથી માતા રાની તમારા થી પ્રસન્ન થશે, પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે પૂજા કરતા પહેલા તમે રાત્રે ભગવાન શિવજી અને માતા પાર્વતીજી ની કથા વાંચો અથવા પછી તમે આ કથા સાંભળી પણ શકો છો. જે લોકો એ કાલ્ષ્ટમી નું વ્રત કર્યું છે, તે ફક્ત ફળાહાર જ કરો અને કાલ ભૈરવની સવારી કૂતરા ને કંઇક ને કંઇક ખાવા માટે આપો.

જાણો કાલાષ્ટમી ની પૌરાણિક કથા

જો આપણે કલાષ્ટમી ની એક પૌરાણિક કથા ના અનુસાર દેખીએ, તો એક વખત બ્રહ્મા જી, વિષ્ણુજી અને મહેશજી માં લડાઈ ચાલી રહી હતી કે તે ત્રણેયમાં કોણ શ્રેષ્ઠ છે? ચર્ચા સતત વધી રહી હતી, ત્યાર પછી બધા દેવતાઓને બોલાવીને બેઠક કરવામાં આવી હતી, અને બધા એ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, અમારા ત્રણેયમાંથી શ્રેષ્ઠ કોણ છે અને ત્યારે તેના પર બધા દેવોએ તેમના પર પોતાના-પોતાના મંતવ્યો રાખ્યા હતા. તે દરમિયાન, ભગવાન શિવજી ક્રોધિત થઇ ગયા, ત્યારે પછી શિવજી ના ક્રોધથી એક અદભૂત શક્તિ નો જન્મ થયો હતો, જેને કાળ ભૈરવ કહેવામાં આવે છે, ત્યારે કાળ ભૈરવજી એ દેવો ના વિવાદ નું સમાધાન કર્યું હતું, મહાદેવ ના અંશ કાલ ભૈરવ છે, જે દિવસે કાલ ભૈરવનો જન્મ ભૈરવ મહાદેવના અંશ રૂપે ઉત્પન્ન થયા હતા, તે દિવસે કૃષ્ણ પક્ષ ની અષ્ટમી તિથિ હતી, આ કારણે દર મહિના માં કૃષ્ણ પક્ષ ની અષ્ટમી તિથી હતી. આ કારણે દરેક મહિના માં કૃષ્ણ પક્ષ ની અષ્ટમી તિથિ ને કાલાષ્ટમી તિથિ તરીકે મનાવવામાં આવે છે, શાસ્ત્રોમાં આ વાત નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે આ દિવસે પોતાની પૂરી શ્રદ્ધા ભાવ થી પૂજા કરે છે અને વ્રત કરે છે તો તેની સમસ્ત મનોકામના પૂરી થાય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *