ભારતમાં 3 મે સુધી લોકડાઉન, પીએમ મોદીની સૌથી મોટી જાહેરાત

  • News

પીએમ મોદીએ ભારતમાં 3 મે સુધી લોકડાઉન જાહેર કરી દીધુ છે. ભારતમાં કોરોનાથી વિજય મેળવવા માટે એક જ ઉપાય છે. દેશના તમામ રાજ્યો સાથે ચર્ચા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.20 એપ્રિલ સુધી દરેક રાજ્યને પરખવામાં આવશે જો તમામ નિયમ પાલન થતા હશે અને હોટસ્પોટ ઓછા થશે તો કઈક છુટછાટ આપવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યુ કે….

હું સમજુ છું કે તમે બધાએ કેટલો કષ્ટ સહન કર્યો છે. પણ તમે લોકોએ એક સૈનિકની જેમ લડ્યા છો અને ભારતવર્ષને બચાવ્યું છે.

વી ધ પીપલ ઓફ ઈન્ડિયાનું ઊદાહરણ આ જ છે.

બાબા સાહેબની જયંતિ પર આ જ સૌથી મોટી શ્રધ્ધાંજલી છે. બાબાસાહેબને ખુબ નમન કરુ છું

વૈશાખી, બિહુ, દરેક તહેવાર સાદગી પુર્વક મનાવી રહ્યા છો તે ખુબ પ્રશંસનીય છે.

ભારતે કોરોના આવે તે પહેલા જ તૈયારી શરૂ કરી દીધી હતી.

એક પણ એક ન હતો ત્યારથી જ એરર્પોટ પર સ્ક્રિનિંગ શરૂ થયું

500 કેસ થયા ત્યારે જ લોકડાઉન કરી દીધુ

ભારતે તરત જ બધા નિર્ણય કર્યા અને અમલ કર્યા

દુનિયાના બીજા દેશ કરતા ભારતની પરિસ્થિતિ ઘણી સારી છે.

ભારતે જો સમય પર ત્વરિત નિર્ણય ન લીધા હોત તો આજે ભારતની સ્થિતિ શું હોત એ વિચારીને જ રૂવાંટા ઉભા થાય છે.

આર્થિક દ્રષ્ટિએ આપણે ખુબ મોટી કિમંત ચુકવી છે પણ ભારતીયોના જીવથી વધુ મુલ્યવાન કઈ જ નથી.

રાજ્ય સરકાર,દેશની સંસ્થાઓએ ખુબ સારુ કામ કર્યુ છે.

લોકોની મુશ્કેલીની દુર કરવાનો એક જ ઉપાય છે કે લોકડાઉન વધારવામાં આવે

20 એપ્રિલ સુધી દરેક રાજ્યને પરખવામાં આવશે જો તમામ નિયમ પાલન થતા હશે અને હોટસ્પોટ ઓછા થશે તો કઈક છુટછાટ આપવામાં આવશે.

આવતીકાલે સરકારની તરફથી એક ગાઈડલાઈન આપવામાં આવશે તેમાં કોઈક સિમિત ક્ષેત્રમાં છુટછાટ આપવામાં આવશે.

રોજનું રોજ કમાતા શ્રમિકો માટે ખાસ મદદ કરવામાં આવશે

ખેડુતોને ઓછુ નુકશાન થાય તેનું ધ્યાન કેન્દ્ર સરકાર રાખી રહી છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *