શું લોકડાઉન ના વચ્ચે ઉર્વશી રૌતેલા એ કરી લીધા લગ્ન? સાડી અને મંગળસૂત્ર પહેરેલ ફોટો કર્યો પોસ્ટ

કોરોના મહામારી ને દેખતા, 21 દિવસ નું લોકડાઉન હવે વધીને 19 દિવસ માટે વધારે વધારી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર વધુ એક્ટિવ થઈ ગયા છે. આ સેલેબ્સ સોશિયલ મીડિયા પર સતત કંઈક પોસ્ટ કરતા રહે છે જેથી ફેંસને તે ચૂકી ન જાય. તાજેતરમાં જ ઉર્વશી રૌતેલાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેયર કર્યો છે કે જેનાથી લોકો તેમના લગ્ન અંગે અટકળો કરી રહ્યા છે. હોટ અને ગ્લેમરસ ઉર્વશી ના આ લુકની ચર્ચા પણ ઘણી થઈ રહી છે.

મંગળસૂત્ર પહેરેલ નજર આવી ઉર્વશી

ઉર્વશીએ સાડી પહેરેલ ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. એટલું જ નહીં તેણે મંગલસૂત્ર પણ પહેર્યું છે. ફિલ્મોમાં બોલ્ડ અદાઓ દેખાડવા વાળી ઉર્વશી ની સાડી વાળો ફોટો ફેંસ નું ધ્યાન ખેંચવા માટે ઘણું હતું. તેના પર મંગલસૂત્ર પહેરીને લોકોનું ધ્યાન હવે આ વાત પર જઈ રહ્યું છે કે ક્યાંક ઉર્વશી એ લગ્ન તો નથી કરી લીધા. આ ફોટા ને અત્યાર સુધીમાં 13 લાખ થી વધુ લોકોને પસંદ કરી ચુક્યા છે. ઉર્વશીએ ફોટા પર લખ્યું છે- મોહબ્બત માં બસ નથી ચાલતું…

ઉર્વશીના આ ફોટા પર લોકોની અનેક રમૂજી રીએક્શન સામે આવી રહ્યા છે. એક યુઝર એ ઉર્વશી ના ફોટા દેખીને કોમેન્ટ કરી – શું તમે કોઈની સાથે લગ્ન કર્યા છે, તેમ તો, સાડી વધારે સુટ કરી રહી છે તમારા પર.

એક યુઝર એ તો ઉર્વશીની સુંદરતા ના મામલે ઘાયલ જ થઇ ગયો અને લખ્યું કે- આજે ચંદ્ર ક્યાંથી નીકળ્યો છે. ત્યાં એક યૂઝરે તેમને સાડી પહેરેલી દેખીને તેમની મજાક કરતા કહ્યું કે- આજે શું થયું બહેન આજે પુરા કપડા માં કેવી રીતે.

હાર્દિક પાંડયા ના સાથે અફેયર ની હતી ચર્ચા

જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા ફિલ્મો માં પોતાના ગ્લેમરસ લુક માટે જાણીતી છે. તેની સુંદરતાના લોકો દિવાના છે અને તે પણ પોતાની અદાઓ થી બધા નું દિલ જીતી પણ લે છે. આવી સ્થિતિમાં ફેંસ પણ આ રાહ જોઇ રહ્યા છે કે ઉર્વશી કોને પોતાના જીવનસાથી ને પસંદ કરશે.

નોંધપાત્ર વાત એ છે કે થોડાક સમય પહેલા તેમનું નામ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે પણ જોડવામાં આવ્યું હતું. તે સમયે ઉર્વશી નો એક ફોટો વાયરલ થયો હતો, જેમાં તે એક ક્યુટ પપી સાથે નજર આવી રહી હતી. લોકોનું માનવું હતું કે આ પપી તેમને હાર્દિકે જ આપ્યું છે.

લગ્ન ના મુડ માં નથી ઉર્વશી

તેના પછી બંનેના અફેયર ની ખબરો નું બજાર ખૂબ ગરમ થઇ ગયું હતા. ઉર્વશીએ આ અંગે ખુલ્લેઆમ વાત કરી હતી અને કહ્યું કે તેમની વચ્ચે એવું કંઈ નથી અને તે ફક્ત પોતાના કામ પર ધ્યાન આપી રહી છે. સાથે જ તેમને હાર્દિક ના વિશે કહ્યું હતું કે તેમને પણ પોતાની ક્રિકેટ પર જ ફોકસ કરવું જોઈએ. જણાવી દઈએ કે હાર્દિકે આ વર્ષે નતાશા સાથે સગાઈ કરી છે.

અત્યારે, ઉર્વશી મંગળસૂત્ર પહેરીને ફોટો શેયર કરી રહી છે, તેનાથી ફક્ત આ જ અનુમાન લગાવી શકાય છે કે તે પણ દરેકની જેમ લોકડાઉનમાં બોર થઇ રહી છે. આ કારણે મસ્તી કરતી નજર આવી રહી છે. તેણી હમણાં માં તેમના લગ્ન નો મૂડ નથી આ વાત ને પહેલા પણ ક્લીયર કરી ચુકી છે. ઉર્વશીની પાછળ ની ફિલ્મ હેટ સ્ટોરી 4 હતી. હવે લોકડાઉન પૂર્ણ થયા પછી તે બીજા પ્રોજેક્ટમાં નજર આવવાની છે.

 

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *