દેશમાં કોરોનાના વિનાશ ને દેખતા 3 મે સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન, બધા પોતાના ઘર માં બંધ છે અને કોઈને બહાર જવાની પરમીશન નથી. ફક્ત જરૂરી કામ હોવા પર જ વ્યક્તિ બહાર નીકળી શકે છે અને તે પણ સરકારની કેટલીક શરતો સાથે. સરકારે ઘર થી બહાર નીકળવા વાળા તમામ લોકો માટે માસ્ક ફરજિયાત કરી દીધા છે અને સાથે જ નિર્દેશ આપ્યા છે કે ઘર થી એક સમય પર ફક્ત એક જ વ્યક્તિ ઘરની બહાર નીકળશે. દરેક લોકો આ સરકાર ના આ લોકડાઉન નું પાલન કરી રહ્યા છે.
ફિલ્મ સ્ટાર્સની વાત કરીએ તો તે પણ તેમના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. આ ફ્રી ટાઇમમાં સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને આવ્યા દિવસે પોતાના ફોટા અથવા વીડિયો શેયર કરી રહ્યા છે. વર્ષગાંઠ અથવા જન્મદિવસ, તેઓ ઘરે ઉજવણી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગઈકાલે એટલે કે 20 એપ્રિલ એ અજય દેવગણની લાડલી ન્યાસાનો જન્મદિવસ હતો. કાજોલ અને અજયે પુત્રીનો 17 મો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો.
તમને જણાવી દઈએ કે, ન્યાસા હજી ઉંમર માં નાની છે, પરંતુ તે બોલીવુડની સૌથી ચર્ચિત સ્ટારકિડ્સમાં ગણાય છે. આવ્યા દિવસે ન્યાસા ના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. ન્યાસાના નામે ઘણા ફેન પેજીસ પણ બનેલ છે. પુત્રીના જન્મદિવસ પર, અજય દેવગણે ન્યાસા સાથે એક ખૂબ જ સુંદર ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. આ ફોટા માં બંને લોન માં બેસેલ નજર આવી રહ્યા છે અને અજયે પોતે આ સેલ્ફી લીધી છે.
ફોટામાં ન્યાસાએ સફેદ ટોપ અને રેડ પોલ્કા ડોટ સ્કર્ટ પહેર્યું છે. તે આ આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તે જ સમયે, ન્યાસાની ક્યૂટ સ્માઇલ આ ફોટા માં છે. આ ફોટો શેયર કરતા અજયે કેપ્શન આપ્યું હતું, ‘હેપ્પી બર્થ ડે ડિયર દીકરી. તારા માટે આજે અને હંમેશાં હું દરેક ખુશી ની કામના કરું છું. ઘરે રહો, સલામત રહો ”.
ત્યાં, વાત કરીએ કાજોલ ની તો તેમને ન્યાસા ને બર્થડે વિશ કરતા એક પ્રેમ થી ભરપૂર વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. આ એક કોલાજ વિડીયો છે, જેમાં ન્યાસાના બાળપણથી લઈને અત્યાર ઉસ્ધી ના ફોટા છે. આ વીડિયોને શેયર કરતાં કાજોલે કેપ્શન આપ્યું હતું, “મોટા થવાની નજીક. મારા દિલ ના બધા 17 ભાગો. દુનિયા ની સૌથી સુંદર છોકરીને જન્મદિવસની શુભકામનાઓ.” કાજોલ દ્વારા શેયર કરેલ આ વિડીયો પર અનેક ફિલ્મ હસ્તીઓ એ પણ ન્યાસાને જન્મદિવસ ની બર્થડે વિશ કરી.
તેના સાથે ન્યાસાની માસી અને કાજોલની નાની બહેન તનિષા મુખર્જીએ પણ ન્યાસાને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. તનિષાએ ન્યાસા ના સાથે એક સુંદર ફોટો શેયર કર્યો અને લખ્યું, “જન્મદિવસ ની બહુ બહુ બધાઈ puppykins!! અહીં હું તારા અત્યાર ના ફોટા મૂકી રહી છું. અત્યાર માટે ક્વોરેન્ટાઇન બર્થડે છે પરંતુ વચન છે કે તે ફ્રી થયા પછી હું તેને બરાબર કરી દઈશ”. ફેંસ ને તનિષા અને ન્યાસાના આ ફોટા બહુ પસંદ આવી રહ્યા છે અને તેઓ પણ ન્યાસાને તેમના જન્મદિવસ પર બહુ બધી બધાઈ આપી રહ્યા છે.
Story Author: Team Gujarati Times
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.