સબ ટીવી પર પ્રસારિત કરવામાં આવતું હાસ્ય ધારાવાહિક “તારક મહેતા કા ઉલટા ચશ્મા” દુનિયાભરમાં ખૂબ મશહુર છે. આ સીરિયલ 10 વર્ષથી વધુ સમયથી સબ ટીવી પર પ્રસારિત થઈ રહી છે. આ સિરિયલ છેલ્લા ઘણા સમયથી લોકોને ખુશ કરી રહી છે. આ સિરિયલના બધા પાત્રોને પણ પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો છે. આ સિરિયલમાં કામ કરતા બધા પાત્રોને લોકોનો એટલો પ્રેમ મળ્યો છે કે “તારક મહેતા કા ઉલટા ચશ્મા” માં કામ કરતા બધા કલાકારો તેમના અસલી નામોને બદલે ઓનસ્ક્રીન નામો થી મશહુર થઇ ગયા છે. આ ધારાવાહિક ના એક કિરદાર નું નામ છે “ચંપક ચાચા” ઉર્ફ “બાપુજી”. ધારાવાહિક “તારક મેહતા કા ઉલટા ચશ્મા” માં ચંપક ચાચા ની ભૂમિકા અમિત ભટ્ટ એ નિભાવી છે.
તારક મહેતા કા ઉલટા ચશ્મા નું આ પાત્ર એટલું મશહુર થયું છે કે લોકો અમિત ભટ્ટને ચંપક ચાચાના નામથી ઓળખવા લાગ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે અમિત ભટ્ટ, જેમણે તારક મહેતા કા ઉલટા ચશ્મા માં વૃદ્ધ ચંપક ચાચાની ભૂમિકા ભજવી છે, તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ જુવાન છે. આ સિરિયલમાં તે તેમની ઉંમર કરતા ઘણો મોટો રોલ ભજવી રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સિરિયલમાં અમિત ભટ્ટ તેમના ઓનસ્ક્રીન દીકરા જેઠાલાલથી પણ નાના છે. અમિત ભટ્ટે પોતાના અભિનય દ્વારા તમામ લોકોના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. અમિત ભટ્ટે ચંપક ચાચાની ભૂમિકાને એક અલગ જ સ્થાન પર પહોંચાડી દીધી છે. અમિત ભટ્ટ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. તેઓ હંમેશાં તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કરતા રહે છે.
અમિત ભટ્ટને વાસ્તવિક જીવનમાં જોઇને ભાગ્યે જ કોઈને ખબર પડશે કે તે તારક મહેતા કા ઉલટા ચશ્મા માં ચંપક ચાચાની ભૂમિકા નિભાવે છે. ધારાવાહિક તારક મહેતા કા ઉલટા ચશ્મા માં ચંપક ચાચાની ભૂમિકા નિભાવનારા અમિત ભટ્ટનો જન્મ 11 ઓગસ્ટ 1972 માં થયો હતો. તેમણે હિન્દી ટેલિવિઝન સિરીયલોની સાથે સાથે થિયેટરમાં પણ કામ કર્યું છે. આજે અમિત ભટ્ટ સબ ટીવી પર પ્રસારિત થનારી સીરીયલ “તારક મહેતા કા ઉલટા ચશ્મા” માં જેઠાલાલ ચંપકલાલ ગડાના પિતા તરીકે ચંપકલાલ જયંતિલાલ ગડાની ભૂમિકા નિભાવી રહ્યા છે.
અમિત ભટ્ટ ગુજરાતના રહેવા વાળા છે. અમિત ભટ્ટે બેચલર્સ ઇન કોમર્સ (બી.કોમ) ની ડીગ્રી મેળવી છે. આજે અમિત ભટ્ટ પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. અમિત ભટ્ટને બે જોડિયા દીકરા પણ છે. અમિત ભટ્ટ “તારક મહેતા કા ઉલટા ચશ્મા” સિરીયલ ઉપરાંત અનેક ટેલિવિઝન સિરીયલોમાં જોવા મળ્યા છે. તેમને ખીચડી, યસ બોસ, ચૂપકે ચૂપકે, ફની ફેમિલી ડોટ કોમ, ગુપશપ કોફી શોપ, એફઆઈઆર જેવા ધારાવાહિકો માં કામ કર્યું છે. અમિત ભટ્ટ ધારાવાહિકોની સાથે સાથે ફિલ્મોમાં પણ દેખાઈ આવી ચુક્યા છે. તેમને ફિલ્મ લવ યાત્રી માં પણ નાની ભૂમિકા નિભાવી હતી, આ ફિલ્મ ને વર્ષ 2018 માં સલમાન ખાન દ્વારા નિર્મિત કરવામાં આવી હતી.