સરકારી ગાઇડલાઇન્સ પ્રમાણે પૂરી સલામતી અને સાવચેતી સાથે થયું ગુજરાતી ફિલ્મ ‘પ્રેમ અનુબંધ’ નું શુટિંગ

કોરોના મહામારીને કારણે અનેક ફિલ્મો અને ટીવી સિરીયલ્સના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જે હવે સરકારી દિશા-નિર્દેશો સાથે હટાવી દેવામાં આવ્યો છે ત્યારે બાદ અનેક નવી ગુજરાતી હિન્દી ફિલ્મો અને વેબ સિરીઝ તેમજ સિરીયલ્સનું શૂટ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમ જેમ સરકારી ગાઇડલાઇન્સ પ્રમાણે અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ છે તેમ તેમ નવી નવી ફિલ્મો અને વેબસિરીઝની જાહેરાત થતી પણ જોવા મળે છે. તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ ‘પ્રેમ અનુબંધ’ નું શુટિંગ થયું છે. જેની તસવીરો સામે આવી છે.

ફિલ્અમ ના પ્રોડ્યુસર પ્રકાશ ગઢવી એ જણાવ્યું કે  અમદાવાદ નજીક આવેલા વૈષ્ણોદેવી પાસેના એક ફાર્મ હાઉસમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ  થયું છે. આ શૂટિંગમાં કોરોનાને કારણે દરેકના પહેલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ શૂટિંગ દરમિયાન કોઈ બિનજરૂરી લોકો બહારથી ન આવે એ માટે ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ બધાની સાથે દરેક સીન શૂટ થઈ ગયા પછી આખા યુનિટને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું.તેમજ પ્રકાશભાઈ ના જણાવ્યા અનુસાર ફિલ્મ અંદાજે ફેબ્રુઆરી મહિના માં રીલીઝ થાય તેવી શક્યતા છે.

PNR પ્રૉડક્શન ના બેનર હેઠળ બની રહેલી  ફિલ્મ ‘પ્રેમ અનુબંધ’ ખુબ જ જાણીતા ડાયરેક્ટર ઉર્વીશ પરીખ ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મ ની Story, Screenplay, Dialogues હીર એ લખ્યા છે. આ ફિલ્મ માં પ્રકાશ ગઢવી, કૃતિકા દેસાઈ, કલ્પેશ રાજગોર, જયેન્દ્ર મહેતા, મોરલી પટેલ સહિત અનેક અનુભવી કલાકારો અભિનય કરતાં જોવા મળશે.

આ ફિલ્મના નિર્માતા પ્રકાશ ગઢવી છે તેમજ સહ-નિર્માતા નિમેશ દેસાઈ અને નવરંગ ચાવડા છે.ડીઓપી ભવદીપ દેસાઈ છે છે. ફિલ્મ નું એડીટીંગ ધર્મેશ ચાંચડીયા કરી રહ્યા છે. Still Photography  જીગ્નેશ રાવલ તેમજ પોસ્ટર ડીઝાઇન અજય ચાંચડીયા કરી રહ્યા છે. PR & Marketing ની કામગીરી ચિંતન મહેતા સંભાળી રહ્યા છે. ફિલ્મનું શૂટ પૂરું કરી દેવામાં આવ્યું છે.

શુટિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે કોરોનાને કારણે ફિલ્મનું યુનિટ એકદમ નાનું કરી દેવામાં આવ્યું હતું. દરેકનું દિવસમાં બે ટાઈમ ટેમ્પરેચર માપવામાં આવે હતું તેમજ એની સાથે રોજ ઉકાળા પણ આપવામાં આવતો હતો.

ફિલ્દમ ના ડાયરેક્ટર ઉર્વીશ પરીખ જણાવે છે કે  દરેક સીન બાદ યુનિટનું ટેમ્પરેચર માપવામાં આવતું  હતું.

ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇન હાઉસ જમવાની વ્યવસ્થા થાય એવા પણ પ્રયત્ન કરવામાં આવે છે. આ બધાની સાથે તમામ યુનિટ કામ સિવાય માસ્ક પહેરી રાખે છે. હીરો-હિરોઈન કોઈ સીન કરે એ પહેલાં હાથ સેનિટાઇઝ કરે છે. ફ્લોર હોય કે કોઈ બેસવાની જગ્યા તમામને સેનિટાઈઝ કરવામાં આવે છે. કોઈ બહારથી આવે અને તેને સંક્રમણની અસર હોય તો તેની માટે પણ ટેમ્પરેચર ગન રાખવામાં આવી છે તેમજ કોઈને બિનજરૂરી કામ વગર પ્રવેશ આપવામાં આવતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *