પિન્ક પર્પલ પ્રોડ્કશન દ્વારા લંડન માં શૂટ થયેલી ગુજરાતી ફિલ્મ “લંડન કોલિંગ” 27 નવેમ્બર થી ગુજરાત અને મુંબઈ ના સિનેમાઘરો માં રીલીઝ થઇ રહી છે.
ફિલ્મ માં જાણીતા કલાકારો ભાવિની ગાંધી અને પૂજન જોશી સાથે હિતેશ સંપત, ઉર્વીશ પરીખ, અશ્વિની ટેકાલે, અક્ષર જોશી, હુતોક્ષી પટેલ, જીશ્નું સોની, તરુણ કાપડિયા તેમજ અંજલી કાપડિયા પણ જોવા મળશે. આ મૂવી કાચિંડો ફિલ્મ ના મેકર ઉર્વીશ પરીખ દ્વારા પ્રોડ્યુસ અને ડાયરેક્ટ કરવામાં આવી છે.
લેખક-બાબુલ ભાવસાર,એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર -હિમાંશુ પુરોહિત , મ્યુઝિક –શુચિતા વ્યાસ, મનીષ ભાનુશાલી, લિરિક્સ– દિલીપ રાવલ, પાર્થ ગોહિલ ડી.ઓ.પી– ભવદીપ દેસાઈ , એડિટર – ધર્મેશ ચચાડિયા, કોરીઓગ્રાફી – જીશ્નું સોની, પબ્લિસિટી ડિઝાઇન – અજય ચચાડિયા, પી.આર અને માર્કેટિંગ – ચિંતન મેહતા, બેક ગ્રાઉન્ડ – મનોજ સીંગ, પોસ્ટ પ્રોડ્યૂકશન અને મુવી વંદન શાહ(રૂપમ એન્ટરટેઈનમેન્ટ) દ્વારા રીલીઝ કરવામાં આવી રહ્યું છે .
આ સસ્પેન્સ મૂવી વિશે વાત કરતા મૂવી ના પ્રોડ્યૂસર ઉર્વીશ પરીખે જણાવ્યું હતું કે, આ ફિલ્મ માં તમને એકદમ ફ્રેશનેસ જોવા મળશે. ફિલ્મ નું તમામ શુટિંગ લંડન માં કરવામાં આવ્યું છે તો તમને સિનેમાઘરોમાં જ લંડન ફરવાનો અહેસાસ મળશે. ફિલ્મ ચૂક સુધી દર્શકો ની પકડી રાખશે અને કોમેડી થી ભરપુર આ ફિલ્મ દર્શકો ને પેટ પકડી ને હસાવશે. ફિલ્મ માં તમને જે ગુજરાતી કલાકારો લંડન માં જઈ ને સેટ થયા છે તેવા કલાકારો ની એક્ટિંગ પણ ઘણા વર્ષો પછી જોવા મળશે.
ફિલ્મ ની સ્ટોરી ની વાત કરીએ તો ફિલ્મ માં લાલુ એક છોકરી જોવા લંડન જાય છે પણ ત્યાં જઈ ને એક કૌભાંડ માં ફસાઈ જાય છે, અને કૌભાંડ માંથી બહાર આવવા માટે જે કોમેડી દ્રશ્યો સર્જાય છે તે દર્શકો ને હસવા પર મજબુર કરી દેશે.
ફિલ્મ કેમ જોવા જવી ?
ઘણા સમય પછી ગુજરાતી ફિલ્મો નો સુવર્ણ યુગ શરુ થયો છે અને બોલીવુડ કક્ષાની ગુજરાતી ફિલ્મો ઓછી બનતી હોય છે. તો લંડન માં શૂટ થયેલી આ ફિલ્મ એક ગુજરાતી તરીકે સપોર્ટ કરવા તો અચૂક થી નિહાળવી જોઈએ તેમજ
આપણે સૌ જાણીએ છીએ કે કોરોના મહામારી માં લોકડાઉન માં સૌ ઘરે બેસી ને કંટાળી ગયા હશો, તો પૈસા વસુલ મુવી જોઈએ ને કંટાળા ને છુમંતર કરો.
Story Author:- Gujarati Times