ખાલી 8 દિવસો માં નિખરશે તમારો ચહેરો, ઉપયોગ કરો માત્ર આ 4 વસ્તુઓ નો.

ઉનાળા માં ચહેરા ની ચમક ને બનાવી રાખવુ એ ખુબજ મુશ્કેલ કામ છે.જેવી રીતે શિયાળા માં ત્વચા સૂકાઇ જવાના કારણે પરેશાન રહીએ છીએ એવીજ રીતે ઉનાળા માં તમે ઓઈલી સ્કિન,તડકો,પરસેવો વગેરે થી પરેશાન રહો છો.જેના કારણે સ્કિન નો નિખાર પણ ઘટી જાય છે.સાથે જ ત્વચા કાળી પડી જાય છે.બ્યુટી એકસપર્ટ કેટલીક ઘરેલુ ચીજો વિશે પણ જણાવે છે જેનો ઉપયોગ ત્વચા પર કરવાથી તમારી ત્વચા ગોરી થઈ શકે છે.

ત્વચા માં કાળાશ વધવાનું કારણ
ઘણા લોકોના ચહેરા નો રંગ કેટલીક વિશેષ પરિસ્થિતિ માં પણ ઘાટો થવા લાગે છે.તે સિવાય શરીર માં પોષકતત્વો માં ઉણપ વિટામિન A, B, C ની ઉણપ થી ત્વચા પર સુકાપણું આવે છે.આનાથી પણ ત્વચા વધારે કાળી થાય છે.લીવર પ્રોબ્લમ લાંબા સમય સુધી બની રહે,પેટ વધારે સમય સુધી ખરાબ રહે તો તેની અસર ચામડી પર થાય છે અને રંગ કાળો પડવા લાગે છે.ઘણા હોર્મોન ના બદલાવ ના કારણે પણ ત્વચા કાળી પડવા લાગે છે.

આ વસ્તુઓ નો ઉપયોગ કરો
પ્રકૃતિ માં ઘણી એવી વસ્તુઓ છે જે ત્વચા ને નિખારે છે,સુંદર બનાવે છે.આમાંની એક છે ચા.જી હા ચા જેને તમે પીઓ છો એને બસ પાણી માં ઉકાળી લો.કાળી ચા ને રૂ માં ભીંજવી ને સ્કિન પર લગાવો.આ તમારી ત્વચા ને ડિટોક્સિફાઈ કરે છે.ચહેરા પર લગાવવાની સાથે તેને પીવાનું પણ શરૂ કરો.તે શરીર માંથી ટોક્સિન ને બહાર કાઢે છે.જેના કારણે ચહેરો વધારે સુંદર બને છે.

એલોવેરા જેલ નો ઉપયોગ
ચહેરા પર એલોવેરા જેલ લગાવવાથી ચહેરા ની ચમક વધી જાય છે.તે તમારી સ્ક્રીન ને રિફ્રેશ કરવા લાગે છે,આ જેલ ને ચહેરા પર લગાવો સુકાઈ જાય પછી તેને ઠંડા પાણી થી ધોઈ નાખો.એક થી દોઢ સપ્તાહ માં તમારી ત્વચા નો રંગ નિખારવા લાગશે.એલોવેરાનું જ્યુસ પીવાથી પણ તમને ઘણો ફાયદો મળશે.તેને પીવાથી ચહેરા ની ચમક વધારે થઈ શકે છે.એલોવેરા જો તમને ફ્રેશ મળી જાય તો તેને વચ્ચે થી તોડી ને તેનો પ્રયોગ કરવામાં આવે છે.

નાળિયેર પાણી
નારિયેળ એક એવું ફળ છે જે કાચું હોય,પાકું હોય,પાણી વાળું હોય,મલાઈ વાળું હોય,સુકાઈ ગયા પછી તેનો પ્રયોગ કરવામાં આવે તો પણ એ ખુબજ ઉપયોગી છે.નારિયળ ના પાણી ને કોટન ના મદદ થી ચહેરા પર લગાવો.તેને 10 મિનિટ પછી ધોઈ નાખો.નારિયળ પાણી પીવાથી પણ ટોક્સિન દૂર થઈ જાય છે અને સુંદરતા વધે છે.કાચું નારિયેળ ખાવાથી ચહેરો વધારે ખીલે છે અને તે સ્કિન માટે ખુબજ ફાયદાકારક છે.

લીંબુ નો રસ
લીંબુ ના રસ નો પ્રયોગ સ્કિન પર કરતા પહેલા એક નાનો પૈચ ટેસ્ટ કરી લો.તે નેચરલ જ હોય છે પણ ઘણીવાર તેનાથી બળતરા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.જો કોઈ પ્રોબ્લમ નથી તો તેનો સીધો પ્રયોગ કરો નહિતર ગુલાબજળ માં લીંબુ નો રસ મેળવી ને તેનો ઉપયોગ કરો આનાથી ચહેરા ની ચમક લન વધે છે અને ખીલ આદિ થતું નથી.આ બધી વસ્તુઓ નો પ્રયોગ સ્કિન પર લગાતાર કરવામાં આવે તો સ્કિન પર ખુબજ તે ફાયદાકારક સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *