આજના સમય માં બધાજ સુંદર દેખાવા માંગે છે,અને સુંદરતા નો એક અર્થ જોકે ભારત દેશ માં ખૂબ વધારે માનવામાં આવે છે જે છે ગોરું હોવું,ગોરા લોકો ને સુંદરતા ની શ્રેણી માં આંકવા એ ભારત દેશ માં સદીઓ થી ચાલ્યું આવે છે.સુંદર બનવા ના આ સપના ને પૂર્ણ કરવા માટે લોકો લાખો રૂપિયા નો ખર્ચો પણ કરી નાખે છે.
બજાર માં પણ ઘણી કમ્પનીઓ છે ને ગોરા બનવા માટે ન જાણે કેટલીય પ્રોડક્ટ્સ બનાવે છે અને લોકો પોતાને સુંદર બનાવવા માટે આંખ બંધ કરી અને તે પ્રોડક્ટ પર ભરોસો કરી લે છે.
બજારો માં મળતા આ બ્યુટી પ્રોડક્ટ્સ ભલે તમને થોડા સમય માટે સુંદર બનાવી પણ દે પણ આ વાત કોઈ થી અજાણ નથી કે આ પ્રોડક્ટ્સ ને બનાવવામાટે તેમાં ઘણા કેમિકલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે જે અમુક સમયે સ્કિન ને નુકસાન પહોંચાડી શકે છે.તો આજે અમે એક એવા ઘરેલુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવી અને તમે ખુદ ને સુંદર અને ગોરા બનાવી શકો છો.
સામગ્રી
બેસન – એક ચમચી,હળદર – અડધી ચમચી,દૂધ – બે ચમચી,ગુલાબજળ – અડધી ચમચી
વિધિ
સૌથી પહેલા એક કટોરી માં એક ચમચી બેસન લો અને તેમાં અડધી ચમચી હળદર મેળવો.હવે તેનું પેસ્ટ બનાવવા માટે બે ચમચી દૂધ મેળવો અને હવે ત્રણેય વસ્તુ ને સારી રીતે મેળવી અને પેસ્ટ તૈયાર કરો.
જ્યારે પેસ્ટ બની જાય ત્યારે તેમાં કેટલાક ટીપાં ગુલાબજળ ઉમેરો.જણાવી દઈએ કે ગુલાબજળ ઠંડુ હોવું જોઈએ જે તમારા ચહેરા ને નિખારવાનું કામ કરશે સાથે જ ચહેરા પર રહેલા દાગ ધબ્બા ઓ પણ હટાવશે.
પેસ્ટ બની જાય પછી તેને તમારા ચહેરા પર સારી રીતે લગાવો અને તેને સુકવા માટે છોડી દો.જ્યારે સુકાઈ જાય ત્યારે તેને હટાવી લો અને ચહેરા ને ઠંડા પાણી થી ધોઈ નાખો.જણાવી દઈએ કે આ લેપ ને લગાવવાથી શરીર માં શાઇનિંગ આવે છે,જો તમે કોઈ પાર્ટી માં જઈ રહ્યા છો તો આ લેપ ને જરૂર લગાવો આનાથી તમે કોઈપણ આડઅસર વગર ખુબજ સુંદર દેખાશો.