માથામાં આવે છે ખંજવાળ તો લગાવો લીંબુનો રસ,સ્કેલ્પને થશે આ ફાયદો

માથાની ત્વચા એટલે કે સ્કેલ્પની સફાઈ જાળવી ખુબ જરૂર છે.જ્યારે તમે સ્કેલ્પને સાફ નથી રાખતા તો તેમાં અનેક પ્રકારની બિમારીઓ જન્મ લે છે.સ્કેલ્પ ગંદી હોવા પર વાળ બેજાન થઇ શકે છે, તેમા ડ્રેન્ડ્રફ હોઈ શકે છે અને ઘણી વાર ખંજવાળ પણ થઇ જાય છે.

માથાની ત્વચાને સાફ રાખવા લીંબુ ખુબ કારગર નિવડે છે અને લીંબુની સહાયથી તમે તમારી સ્કેલ્પને અનેક પ્રકારે બચાવ કરી શકો છો.તો આવો જાણીએકે લીંબુનો ઉપયોગ કઇ રીતે કરવો જોઇઅે જેનાથી તમારા વાળ મજબૂત બને છે.

શું હોય છે લીંબુ
લીંબુનો સ્વાદ ખાટો હોય છે અને તેના અંદર વિટામિન સી, વિટામિન બી અને ફોસ્ફોરસ ઉચ્ચ માત્રામાં આવેલા હોય છે.આ તત્વો વાળ માટે જરૂરી હોય છે અને તેને વાળમાં લગાવવાથી વાળ મુલાયમ,ઘાટા અને સુંદર બને છે અને સ્કેલ્પની ચામડી પણ યોગ્ય રહે છે.

આ રીતે લીંબુનો ઉપયોગ કરો
તમે એક લીંબુને કાપી અને તેનો રસ મેળવી લો. હવે તમે લીંબુના આ રસને નારીયલ તેલની સાથે મિક્સ કરી લો અને આ તેલથી તમારા વાળ અને સ્કેપ્લની માલિશ કરો.એક કલાક સુધી તે તેલને વાળ પર રહેવા દો અને જ્યારે તે સુઈ જાય ત્યારે પાણીની સહાયથી વાળને સાફ કરી દો. અઠવાડિયામાં બે વાર લીંબુનો રસ અને નારીયલ તેલને વાળ પરના લગાવવાથી વાળ ખરતા બંધ થઇ જશે અને વાળ સુંદર બનશે.

વાળમાં આવશે ચમક
સ્કેલ્પ બરાબર ના હોવા પર વાળ બેજાન થઇ જાય છે.વાળ બેજાન થવા પર તમે લીંબુનો રસ તમારા માથા પર લગાવી તેનાથી વાળની માલિશ કરો.લીંબુનો રસ વાળ પર લગાવવાથી વાળમાં ચમક આવશે અને મુલાયમ બનશે.

ડેંન્ડ્રફ થશે ખતમ
વાળમાં ડેંન્ડ્રફની મુશ્કેલી થાય ત્યારે તમે તેના પર દહી અને લીંબુના રસનુ મિક્સ લગાવો.દહી અને લીંબુનુ મિશ્રણ બનાવવા માટે તમે એક કટોરી દહી લો અને આ બંનેને બરાબર મિક્સ કરી અને તેને તમે તમારી સ્કેપ્લ પર લગાવી લો. લગાવતા સમયે તમને થોડી ખંજવાળ આવશે પણ પછી તે બંધ થઇ જશે.જ્યારે આ મિશ્રણ સુકાઇ જાય ત્યારે વાળને હુફાળા પાણીથી સાફ કરી નાખો. તમારા વાળમાંથી રુખાપણુ દુર થઇ જશે અને લીંબુનો રસ વાળમાં નાખવાથી વાળમાં ઇન્ફેક્શન પણ થતુ નથી.

બે મો વાળા વાળને સરખા કરે
બે મો વાળા વાળ થવા પર તમે લીંબુના રસ સાથે ઓલિવ ઓઇલ મિક્સ કરી અને તમારા વાળની 1 કલાક માલિશ કરો.પછી પાણીની મદદથી વાળને ધોઇ લો.તમારા બે મો વાળા વાળ સરખા થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *