મોઢાના છાલાથી પરેશાન છો તો અપનાવો આ ઉપાય, 100% થશે રાહત

મોઢામાં ચાંદા પડવાથી ભોજનમાં પીડા થાય છે મોઢામાં છાલા પડવા એ એક આમ સમસ્યા છે અને કોઈના પણ મોઢામાં તે થઈ શકે છે.મોઢામાં છાલા થવા પર તમે આ ઉપાયો આજમાવી શકો છો, તેનાથી તરત જ આરામ મળે છે અને તે જલ્દી ઠીક થઇ જાય છે.

મોઢામાં છાલા થવા પર અપનાવો આ કારગર ઉપાયો

ટમેટાના રસથી કોગળા કરવા પર મોઢાના છાલા ઠીક થઇ જાય છે.તેથી તમે એક ટમેટાને પીસીને તેનો રાસ કાઢી લો અને આ રસની અંદરના પાણી મિક્સ કરી આ પાણીથી કોગળા કરો.દિવસમાં બે વાર ટમેટ‍ના રસથી કોગળા કરવાથી મોઢાના છાલા ઠીક થઇ જાય છે.

ઘણી વાર શરીરમાં પાણીની કમીને કારણે પણ છાલા પડે છે.તેથી તમે પાણીનુ સેવન વધારી દો.અને દર થોડી થોડી ક્ષણોએ પાણી નુ સેવન કરો.
જામફળીના પાંદડા ચાવવાથી પણ મોઢાના છાલા ઠીક થઇ જાય છે તેથી તમે બે જામફળીના પાંદડા ચાવી કોગળા કરી લો.તેના સિવાય તમે ચમેલીના પાંદડા પણ ચાવી શકો છો તેનાથી પણ મોઢાના છાલા ઠીક થઇ જાય છે.

નીમના પાણીના કોગળા કરવાથી પણ મોઢાના છાલા ઠીક થઇ જાય છે.તેના માટે તમે નીમના પાંદડા પાણીમાં નાખીને પાણીને ઉકાળી લો.આ પાણીને ઠંડુ થવા દો.પછી તેને ગાળી લો અને ત્યારબાદ આ પાણીથી કોગળા કરો.તમારા ચાંદા એકદમ ઠીક થઇ જશે તમે છાલા પર નીમનો પેસ્ટ બનાવીને પણ લગાવી શકો છો.
બબૂલની છાલને તમે પાણીમાં નાખી ઉકાળી લો આ પાણીને ઠંડુ કરી ગાળી લો.હવે તમે તે પાણીથી કોગળા કરો તેનાથી છાલા એકદમ ઠીક થઇ જશે.
છાલા થવા પર તમે તેના પર લવિંગ નુ તેલ લગાવો તેનાથી છાલા સાજા થઇ જાય છે અથવા તો તમે તેલની જગ્યા લવિંગ ને પિસીને પણ તેના પર લગાવી શકો છો.

થોડી હળદરને પાણીમાં નાખી અને એક પેસ્ટ તૈયાર કરો.આ પેસ્ટને તમારા છાલાઓ પર લગાવી દો. હળદરમાં એંટીસેપ્ટિક અને એંટિઇન્ફ્લેમેટરી ગુણ હોય છે,જેનાથી તે છાલાઓને રોકશે અને બીજી વાર થવા પણ નહી દે. તમે ઇચ્છો તો હળદર વાળા પાણીથી કોગળા પણ કરી શકો છો.

છાલા થવા પર તમે ગરમ વસ્તુઓનુ સેવન ન કરો જેવા કે, કોફી, દૂધ, ચા વગેરે.ગરમ પદાર્થોના સેવનથી પીડા થાય છે અને વધે છે.છાલા થવા પર તમે ઠંડી ચીજો જેવી દહી, આઈક્રીમ, છાશ અને ફળોના જ્યુસ પીવાથી આરામ મળે છે.
નીમની ડાળીને ઘસીને છાલાઓ પર લગાવવાથી છાલા એકદમ ઠીક થઇ જાય છે. તેના માટે તમે એક નીમની ડાળી લઇ લો તેને પલાળીને ઘસીને એક પેસ્ટ તૈયાર કરો હવે તે પેસ્ટને તમારા છાલા પર લગાવો. તમે દિવસમાં બે વાર આ પ્રક્રિયા કરો તેનાથી તમારા છાલા ઠીક થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *