એકતા કપૂરની ફેવરેટ છે ટીવીની, આ 6 અભિનેત્રીઓ,આ એક્સેસ ને બનાવવા ઇચ્છતી હતી ભાભી.

ટીવી ક્વિન એકતા કપૂર ને કોણ નથી જાણતુ.આ કહેવું ખોટું નથી કે એકતા કપૂર નાના પડદે ભગવાન છે.તે અત્યાર સુધી ઘણા સુપરહિટ શો બનાવી ચુકી છે.તેઓઅે એક થી વધીને એક સુપરહિટ સીરીયલ દર્શકોને આપી છે.નાના પડદા સાથે સાથે એકતા મોટા પડદા પર પણ સક્રિય છે.એકતા ઉદ્યોગમાં મિત્રોની મિત્ર અને દુશ્મનોની દુશ્મન કહેવાય છે. તેમણે ઘણા એક્ટર્સને રાતો-રાત સ્ટાર બનાવ્યા છે. સીધી-સાદી બહુ અને વેમ્પનું પાત્ર ભજવનારા કેટલાક અભિનેત્રી ન માત્ર દર્શકોની જેમ પણ એકતા કપૂરની પણ ફેવરેટ બની જાય છે.આજે આપણે તમને ટીવીની તે અભિનેત્રીઅો વિશે કહીએ છીએ જેમનો એકતા કપૂરની ફેવરિટ યાદીમાં સમાવેશ થાય છે અને દરેક નાના-મોટા પ્રસંગ પર તેમની સાથે જોવા મળે છે.

અનીતા હસનંદની
ટીવીની પ્રખ્યાત અભિનેત્રી અનીતા હસનંદની બોલીવુડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કરે છે. આ દિવસોમાં તે કલર્સના ફેમસ શોમાં ‘નાગિન’ માં દેખાય છે. અનીતા છેલ્લા 18 વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છે અને સમય પસાર થાય છે તેમની સુંદરતા વધતી જાય છે. અનીતાએ પોતાની ટીવીની કારકિર્દીની શરૂઆત એકતા કપૂરની સીરિયલ ‘કભી સોતન કભી સહેલી’થી કરી હતી.કહે છે,અનીતા અને અેકતા ની મિત્રતા ખૂબ પાક્કી છે.અનીતા દરેક ફંક્શનમાં એકતા કપૂર સાથે મળીને આવે છે અને સમાચાર મુજબ તે એક સમયે તે અનીતાને પોતાની ભાભી બનાવવાની ઇચ્છા કરી હતી.

દિવ્યાંકા ત્રપાઠી
દિવ્યાંકા ત્રિપાઠી ટીવીની સૌથી જાણીતી અભિનેત્રી છે.દિવ્યાંકા અે તેના કરીયર ની શરુઆત ‘બનુ મે તેરી દુલ્હન’સીરિયલ થી કરી હતી.અત્યારે તે સ્ટાર પ્લસ ના શો ‘યે મોહબ્બતે’માં ઇશીતાના પાત્રનું નિભાવે છે. તેમનુ ફેન ફોલોઇંગ કોઈ જાણીતા બોલિવૂડ અભિનેત્રી થી ઓછુ નથી.તમને જણાવીઅે કે, એકતા અને દિવ્યાંકાનો સંબંધ ખૂબ મજબૂત છે. તે દરેક પર્વ પર એકતા કપૂર સાથે મળી આવે છે.

મૌની રોય
મૌની રોયનું નામ ટીવીની જાણીતી ઍક્ટ્રેસેસમાં સમાવેશ થાય છે. સિરિયલ ‘નાગિન’ માં મૌની નો નાગિન વાળો અંદાજ લોકોને ખુબ ગમ્યો હતો. મૌનીની સુંદરતા કોઈ બોલીવૂડ એક્ટ્રેસથી ઓછી નથી.તાજેતરમાં મૌની અે ફિલ્મ’ગોલ્ડ’થી બોલિવુડ મા ડેબ્યુ કર્યું છે.મૌનીનો સૌથી પહેલો ડેબ્યુ એકતા કપૂર સાથે’ક્યોકી સાસ ભી કભી બહુ થી’ માં આપ્યો હતો. આજે ઘણા વર્ષો પછી મૌની એકતાની ફેવરેટ બની ગઇ છે. બન્ને ઘણાં મોકા પર પાર્ટીમાં સાથે જોવા મળે છે.

સાક્ષી તંવર
એકતા કપૂર અને સાક્ષી તંવરની મિત્રતા પણ વર્ષો જૂની છે.સાક્ષીની કારકિર્દીની શરૂઆત,એકતા કપૂરના શો ‘કહાની ઘર-ઘરકી’ થી થઇ હતી. સમાચાર મુજબ, એકતા સાક્ષી ને અેટલી પસંદ કરતી હતી કે તે તેમને તેમની ફિલ્મમાં કાસ્ટ કરવા ઇચ્છતી હતી પરંતુ સાક્ષી તેના માટે તૈયાર નહોતી. સાક્ષી કેટલીક બૉલીવુડ ફિલ્મો પણ કામ કરે છે. સમાચાર મુજબ, સાક્ષી તંવર એકતા કપૂરની ખૂબ નજીક છે અને આ દિવસોમાં તે ઓલ્ટ બલાજીની વેબ શ્રેણી ‘કર લે તુ ભી પ્યાર’ માં દેખાય છે.

સ્મૃતિ ઇરાની
સ્મૃતિ ઇરાની ને લોકો આજે પણ તુલસી વીરાની તરીકે ઓળખે છે. ફેમસ સિરિયલ ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’માં તુલસી વીરાનીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સ્મૃતિ ઇરાની નાના પડદા પર અવતા પહેલા મોડેલિંગ કરતી હતી.તેમને એકતા કપૂર દ્વારા સીરિયલ માં પ્રથમ બ્રેક આપયો હતો. આજના સમય માં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની અને એકતા કપૂર શ્રેષ્ઠ મિત્રો છે.

મોના સિંહ
મોના સિંહ અને એકતા કપૂરની મિત્રતા ખૂબ જૂની છે.મોનાએ પોતાની કારકિર્દીની શરૂઆત ‘જેસી જેસી કોઇ નહીં’ સીરિયલ થી કરી હતી.વર્ષ 2012 માં એકતા અને મોનાએ પહેલી વખત સાથે કામ કર્યું હતું અને ત્યારથી જ મોના એકતા કપૂરની ફેવરિટ લિસ્ટમાં સામેલ થઇ હતી.આ દિવસોમાં મોના એકતા કપૂરની વેબ શ્રેણી ‘કહોને હમસ્ફર હે’ માં જોવા મળે છે. ઘણીવાર પાર્ટીઝ અને ફંક્શનમાં મોના એકતા સાથે મળીને આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *