45 ની ઉંમર માં પણ કુંવારા છે અક્ષય ખન્ના, કપૂર ખાનદાન ની આ દીકરી થી થતા-થતા રહી ગયા હતા લગ્ન

ઇન્ડસ્ટ્રી ના પ્રખ્યાત અભિનેતા અક્ષય ખન્ના એક સમયના સુપરસ્ટાર રહી ચૂકેલ વિનોદ ખન્ના ના પુત્ર છે. અક્ષય ખન્નાએ બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી છે. આજે અક્ષય ખન્ના પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા છે. અક્ષય ખન્નાનો જન્મ વર્ષ 1975 માં 28 માર્ચે થયો હતો. પોતાનો 44મો જન્મદિવસ મનાવવા વાળા અક્ષય ખન્ના એ પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ દેખ્યા છે. અક્ષય ખન્નાએ 1997 માં રિલીઝ થયેલી ફિલ્મ “હિમાલય પુત્ર” દ્વારા બોલિવૂડમાં પહેલો કદમ રાખ્યો હતો.

તેના પછી, અક્ષય ખન્નાએ બીજી વખત ફિલ્મ “બોર્ડર” ફિલ્મ માં અભિનય કર્યો. અક્ષય ખન્ના નું નામ બોલીવુડ ની બહુ બધી અભિનેત્રીઓ ના સાથે જોડવામાં આવ્યું પણ એટલી બધી અભિનેત્રીઓ ના સાથે નામ જોડાયા પછી પણ અક્ષય ખન્ના એ અત્યાર સુધી લગ્ન નથી કર્યા. આજે અમે તમને અક્ષય ખન્ના ની જિંદગી થી જોડાયેલ કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ…

અક્ષય ખન્નાએ પોતાના ફિલ્મી કેરિયરમાં ઘણી ભૂમિકાઓ ભજવી છે. તેમને ફિલ્મ “તાલ” માં મિસ વર્લ્ડ રહી ચૂકેલ અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે કામ કર્યું હતું. ફિલ્મ ‘તાલ’ માં અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં નજર આવ્યા હતા. આ ફિલ્મમાં તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી.

આ ફિલ્મ બોક્સ ઓફીસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ સિવાય અક્ષય ખન્નાએ ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ માં પણ કામ કર્યું હતું. અક્ષય ખન્નાને ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ માં અભિનય બદલ ફિલ્મફેયર બેસ્ટ સ્પોર્ટીંગ એક્ટર ના ખિતાબ થી પણ નવાજવામાં આવ્યા હતા.

શું તમને ખબર છે કે અક્ષય ખન્ના માટે કપૂર ખાનદાન ની દીકરી નો સંબંધ પણ આવ્યો હતો. એક ખબર ના મુજબ અક્ષય ખન્નાના લગ્ન કરિશ્મા કપૂર સાથે થવાના હતા. રણધીર કપૂરએ પોતાની પુત્રી કરિશ્મા કપૂરનો સંબંધ અક્ષય ખન્ના પાસે મોકલ્યો હતો, પરંતુ કરિશ્મા ની માતા બબીતા કપૂરને આ સંબંધ પસંદ નહોતો. બબીતા કપૂર આ નહોતા ઇચ્છતા કે કરિશ્મા કપૂરની કારકિર્દીમાં કોઈ પણ પ્રકારની અડચણ આવે. જો તે સમયે બબીતા કપૂરે અક્ષયે ખન્ના અને કરિશ્મા કપૂરના સંબંધોને ઇનકાર ના કરતા તો આજ ના સમય માં કરિશ્મા કપૂર અને અક્ષય ખન્ના ના લગ્ન થઇ ચુક્યા હોતા.

એક ઇન્ટરવ્યુ દરમિયાન, જ્યારે અક્ષય ખન્નાને તેમના લગ્ન વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે તેમને બાળકો બિલકુલ પસંદ નથી. તેથી તેમને અત્યાર સુધી લગ્ન કર્યા નથી. એટલું જ નહીં અક્ષય ખન્નાએ એમ પણ કહ્યું હતું કે મારે ક્યારેય લગ્ન કરવાના નથી.

મને હંમેશાં એકલા રહેવાનું જ પસંદ છે. હું થોડાક સમય માટે રિલેશનશિપમાં બંધાઈને રહી શકું છું, પરંતુ હું લાંબા સમય સુધી કોઈ રિલેશનશિપ ચલાવી શકતો નથી. અક્ષય ખન્ના પોતાની ફિલ્મ કારકીર્દિમાં અત્યાર સુધી “દિલ ચાહતા હૈ” “એલઓસી કારગિલ” “હલચલ” “ચાઇના ટાઉન” “તીસ માર ખાન” “મેરે બાપ પહેલે આપ” “આજા નચલે” “હમરાજ” “આ અબ લૌટ ચલે” “ઇત્તેફાક” જેવી યાદગાર ફિલ્મો માં કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *